જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ કોંગ્રેસના નેતા વારંવાર ભારતીય સેનાએ કરેલી કાર્યવાહી અંગેના પ્રમાણ માંગતા જોવા મળી રહ્યાં છે. આ મુુદ્દે ભાજપના આઈટીસેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા એક ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.
It is not surprising that Rahul Gandhi is speaking the language of Pakistan and its benefactors. He hasn’t congratulated the Prime Minister on the flawless #OperationSindoor, which unmistakably showcases India’s dominance. Instead, he repeatedly asks how many jets we lost—a… pic.twitter.com/BT47CNpddj
— Amit Malviya (@amitmalviya) May 20, 2025
જેમાં અમિત માલવિયાએ રાહુલ ગાંધી અને પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર બન્નેનો અડધો-અડધો ચહેરો દર્શાવીને એવો કટાક્ષ કર્યો છેકે, બન્નેનો એક જ ચહેરો છે. રાહુલ ગાંધી અને આસિમ મુનીરમાં કોઈ ફરક નથી. બન્ને ભારતીય સેનાની કાર્યવાહીનું પ્રમાણ માંગ માંગ કરે છે. આ સાથે માલવિયાએ રાહુલ ગાંધીને મોર્ડન યુગના મીર જાફર કહીને પણ સોશિયલ મીડિયામાં દર્શાવ્યા છે.
Rahul Gandhi is the new age Mir Jafar. pic.twitter.com/Egb83XjxYL
— Amit Malviya (@amitmalviya) May 20, 2025
સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી અને પાક આર્મી ચીફ આસિમ મુનીરની અડધી-અડધી તસવીરોનો જોઈન ફોટો હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકોએ આ તસવીરને જોઈને તેના પર અલગ-અલગ કોમેન્ટ પણ કરી છે. અમિત માલવિયાએ એવો પણ સવાલ કર્યો છેકે, આખરે કેમ રાહુલ ગાંધી બોલી રહ્યાં છે પાકિસ્તાનની ભાષા? શું હવે રાહુલ ગાંધીને મળશે નિશાન-એ-પાકિસ્તાન?






