Home Gujarat Breaking News Gujarat News Sabarkantha Family Death Police Offbeatstories

સાબરકાંઠામાં ઝેરી દવા પીને એક પરિવારનો સામૂહિક આપઘાત : માતા-પિતા બાદ સારવાર દરમિયાન બે પુત્રોના મોત, એક પુત્રી હજુ ગાંધીનગરમાં સારવાર હેઠળ

સાબરકાંઠામાં ઝેરી દવા પીને એક પરિવારનો સામૂહિક આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Apr 14, 2025, 06:37 AM IST

સાબરકાંઠા સામૂહિક આપઘાત કેસનો મૃત્યુઆંક વધીને 4 થઈ ગયો છે. માતા-પિતા બાદ ગાંધીનગરમાં સારવાર દરમિયાન બે પુત્રના પણ મોત નીપજ્યાં છે. આ સમાચારે સમગ્ર જિલ્લામાં હડકંપ મચાવી દીધો છે. ઉલ્લેખનીય છેકે, સાબકાંઠામાં એક શ્રમિક પરિવારે આર્થિક સંકળામણને કારણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શ્રમિકે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો.

જેમાં પહેલાં દંપતીનું મોત નીપજ્યું બાદમાં સારવાર દરિમાયન બે પુત્રોનું મૃત્યુ થયું છે. આમ આ આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચી ગયો છે. જ્યારે આ પરિવારની એક બાળકી હજુ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં એક શ્રમિક પરિવારે પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીધી હતી.

આ ઘટના શનિવારની છે. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 41 વર્ષિય વિનુભાઈ મણીભાઈ સગર અને 37 વર્ષિય કોકીલાબેન સગરે તેમના બે દીકરા નિલેષ અને નરેન્દ્ર તથા એક દીકરી ક્રિષ્ણા સાથે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now