Breaking News: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ પર્યટનની મજા માણવા ગયા હતા. જ્યાં નાપાક પાકિસ્તાની આતંકવાદીઓએ તેમની હત્યા કરી નાંખી. પ્રવાસીઓ જે સમયે પોતાના પરિવાર સાથે હરીફરી રહ્યાં હતા તેવા સમયે કાયર પાકિસ્તાની આતંકીઓએ તેમના પર હુમલો કર્યો. આતંકવાદીઓએ પહેલાં તેમનું નામ અને ઓળખ પૂછી, તેમનો ધર્મ પૂછ્યો અને જે મુસ્લિમ નહોંતા તેમના પર ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરી નાંખી. આવા કાયતા ભર્યા કૃત્યને પગલે દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
આતંકીઓનો ખાત્મો બોલાવવાની માગ સાથે ગુજરાતમાં ઠેર-ઠેર બંધ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે અંબાજી-સાણંદમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. સુરતમાં રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો લગાવી લોકોએ અનોખી રીતે પોતાનો વિરોધ પ્રગટ કર્યો. જ્યારે પાક.ને દુનિયાના નકશામાંથી મિટાવી દેવાની માગ સાથે સંસ્કાર નગરીના વડોદરાવાસીઓ ભારે દેખાવો કર્યાં.
ઉલ્લેખનીય છેકે, 22 એપ્રિલે પહેલગામ હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 28 પ્રવાસીનાં મોત બાદ દેશ ગમગીન છે. જેને લઇને રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. જેને લઇ આજે ગુજરાતમાં ઠેર-ઠેર બંધનું એલાન કરવામાં આવ્યું છે. દેશભરના વેપારીઓ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
વડોદરામાં મંગળ બજારની બહાર વેપારીઓ દ્વારા મૃતકોના ફોટા સાથે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડોદરામાં તમામ દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ બજારો બંધ રાખવામાં આવ્યા છે. વડોદરા શહેરના મંગળ બજાર પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, વાસણ બજાર, મુન્શી ખાંચા, કલા મંદિર ખાંચા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ચાર દરવાજા લારી પથારા એસોસિએશન અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ બજારો બંધ રાખવામાં આવ્યા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






