ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગેરકાયદે રીતે ગુજરાતમાં હથિયારો ઘુસાડવાનું મસમોટું કૌભાંડ સામે આવતા હડકંપ મચ્યો છે. અન્ય રાજ્યોમાં ખોટી રીતે હથિયાર લાયસન્સ બનાવી બોગસ લાયસન્સના આધારે ગુજરાતની વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે હથિયાર વેચવાના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરી ગુજરાત એટીએસ દ્વારા 7ની ધરપકડ કરી સંખ્યાબંધ શસ્ત્રો અને કારતૂસ કબજે કરવામાં છે.
ગુજરાત ATS અમદાવાદ DCB અને સુરત DCBનું જોઇન્ટ ઓપરેશનઃ
ગુજરાત એટીએસના ડીઆઇજી સુનિલ જોશી એ ચાર રાજ્યોમાં કરવામાં આવેલી મેગા ઓપરેશન અંગે મીડિયા ને સંબોધતા જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે ગુજરાત ના કેટલાક શખ્સો હરિયાણા ના એક આર્મ્સ ડિલરને મોટી રકમ આપી મણિપુર તથા નાગાલેંડ માંથી ખોટી રીતે હથિયાર પરવાના બનાવડાવી અનેક શસ્ત્રો ખરીદી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વેચ્યા છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારના સંખ્યાબંધ ઇસમોએ છેલ્લા છએક વર્ષના સમયગાળા દરમ્યાન નાગાલેન્ડ તથા મણીપુરમાંથી ખોટા હથિયાર લાયસન્સો બનાવી હરિયાણાથી હથિયાર ઈશ્યૂ કરાવેલ છે. આ માહિતી આધારે ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ તથા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ની જુદી જુદી ટીમો બનાવી આંતર રાજ્ય ધોરણે એક સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની સાથે અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવાઈઃ ઝડપવામાં આવેલ 7 આરોપીઓ રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં રહેતા હોઈ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તથા સુરત શહેર એસ.ઓ.જી ઉપરાંત વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, બોટાદ તથા મોરબી જીલ્લાની એસ.ઓ.જી.ની ટીમોની મદદ લઈ પૂછપરછ તથા ઊલટ તપાસ કરવામાં આવેલ , જે દરમ્યાન જાણવા મળેલ કે, ૪૯ જેટલા ઈસમોએ પાસેથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવી ગુજરાતના અન્ય ૫૨ જેટલા ઈસમોએ પણ આ જ રીતે હથિયાર મેળવેલ છે. એટીએસ ની તપાસમાં સામે આવ્યું છે કે હરીયાણાના નુહમાં આર્મ્સની દુકાનના ધારક શોકતઅલી છોટુખાન, ફારૂકઅલી છોટેખાન, આસીફ તથા તેના સાગરીતો દ્વારા છેલ્લા છ વર્ષથી ગુજરાતમાં રહેતા ઈસમોના નામે ખોટી રીતે નાગાલેન્ડ તથા મણીપુર રાજ્યોમાંથી હથિયારના લાયસન્સ બનાવેલ હતા,આ ત્રણેય દ્વારા આ ખોટા હથિયાર લાયસન્સ ધરાવતા ઇસમોને રીવોલ્વર, પિસ્ટલ, 12 બોર ગન અને કારતૂસો પણ વેચવામાં આવ્યા હોવાના પુરાવા એટીએસ ને હાથ લાગ્યા છે.બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદનાર ગુજરાતના ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે . ગુજરાતનાં 108 લોકો ATS ના રડાર પરઃ હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ ૪૯ ઈસમોની સંડૉવણી ખૂલી છે ,જેઓએ ઉપરોક્ત ૦૭ ઈસમો પાસેથી બોગસ લાયસન્સો થકી હથિયાર મેળવેલ છે, ઉપરોક્ત ઝડપાયેલ 7 ઉપરાંત અન્ય ૫૨ જેટલા ઈસમો મળી ગુજરાતના કુલ ૧૦૮ ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોવાની વિગતો આધારે એટીએસ ની જુદી જુદી ટીમો દ્વારા હાલ તપાસ જારી રાખવામાં આવી છે ,આગામી દિવસો માં વધુ સંખ્યાબંધ શસ્ત્રો ઝડપાશે તેવી શક્યતા એટીએસ ના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે . (૧)સેલાભાઇ વેલાભાઇ બોળીયા (૨)વિશાલ મુકેશભાઇ પંડ્યા (૩)અર્જુન લાખુભાઇ અલગોતર (૪)ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા (૫)સદ્દમ હુસૈન (૬)બ્રીજેશ ઉર્ફે બિટ્ટુ મહેતા (૭) મુકેશ રણછોડભાઈ બાંભાના
છ વર્ષથી ચાલતું હતું આ મહા કૌભાંડઃ
ગુજરાત એ.ટી.એસ.ની અલગ-અલગ ટીમોએ નાગાલેન્ડ, મણીપુર તેમજ હરિયાણા માં તપાસ હાથ ધરી હતી. ૩ નંગ બાર બોર ગન તથા ૭૦ રાઉન્ડ્સ, ૨ નંગ પીસ્તોલ તથા ૫૯ રાઉન્ડ્સ તથા ૧ રીવોલ્વર ૦૬ રાઉન્ડ્સ મળી કુલ ૦૬ હથિયારો અને ૧૩૫ રાઉન્ડ્સ જપ્ત કરવામાં આવેલ છે. ગુજરાત એ.ટીસ. ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ઝડપાયે ગેંગ દ્વારા હથિયાર મેળવવા ખોટા હથિયાર લાઈસન્સ બનાવવા, અન્ય ઈસમોના નામે ઈશ્યૂ થયેલ હથિયાર લાઈસન્સમાં ચેડા કરવા તથા જૂના હથિયાર લાઈસન્સના રેકોર્ડ્સમાં ચેડા કરવા જેવી અલગ-અલગ મોડસ ઓપરન્ડી ધ્યાનમાં આવેલ છે. ગુજરાત એ.ટી.એસ. દ્વારા બોગસ લાયસન્સ થકી હથિયાર લે વેચના રેકેટ માં સામેલ ઈસમો અંગે તપાસ નો ધમધમાટ આગળ ધપાવ્યો છે .
ઝડપાયેલ આરોપીઓના નામઃ






