Home Gujarat Breaking News Ahmedabad Chandola Talav In Legal Residency Bangladeshi Police Action Mode Pahalgam Terror Attack Jammu Kashmir Offbeat Stories

પહેલગામ આતંકી હુમલા બાદ ઘૂસણખોરો સામે અમદાવાદમાં કડક કાર્યવાહી : શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓના ઘરની બત્તી કરાઈ ડૂલ!

પહેલગામ આતંકી હુમલા બાદ ઘૂસણખોરો સામે અમદાવાદમાં કડક કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 28, 2025, 09:58 AM IST

Breaking News: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. દેશમાં ઘૂસણખોરી કરીને રહેતા લોકોને હવે શોધી શોધીને પાછા ધકેલવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતાં બાંગ્લાદેશીઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના ઘરોના વીજ જોડાણ કાપીને તેમના ઘરોની બત્તી ડૂલ કરી દેવામાં આવી છે.

ટોરેન્ટ પાવરની ટીમ અને પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે ચંડોળા વિસ્તારમાં વીજળીના ગેરકાયદેસર જોડાણો કાપવાની મિશનરી શરૂ થઈ છે. જ્યાં સુધી એક એક નકામી વાયર ન કપાય ત્યાં સુધી આ ઓપરેશન નહીં અટકાવાનું પોલીસનું મન છે. આખા વિસ્તારમાં ઘૂસણખોરોની અસ્થાયી વસાહતોમાં ધમધમાટ મચી ગયો છે.

પહેલગામના આતંકી હુમલા બાદ એક્શનમાં આવેલી ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે.ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં સવાર સુધીમાં ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં. જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં હવે સ્પષ્ટ સંદેશો છે: ઘૂસણખોરી નહીં ચાલે, ગેરકાયદેસર વસવાટ હવે ભૂતકાળની વાત બનશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now