Home Gujarat Breaking News Ahmedabad Chandola Talav Dimolition Bhupendra Patel Gujarat Government Pahalgam Terror Attack Jammu Kashmir Video Viral Offbeat Stories

ઘૂસણખોરો પર ગુજરાત સરકારની સર્જિકલ સ્ટ્રાઈક : જાણો અમદાવાદમાં કઈ રીતે ઉભું થયું 'મીની બાંગ્લાદેશ'? કોણ છે આ ઘૂસણખોરોનો આકા?

ઘૂસણખોરો પર ગુજરાત સરકારની સર્જિકલ સ્ટ્રાઈક
Play Video
Published by: OBS Bureau
| Last Updated: Apr 29, 2025, 04:47 AM IST

Bulldozer Operation at Ahmedabad: જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત સરકારે પાડોશી દેશથી ગેરકાયદે રીતે આવીને આપણાં ત્યાં રહેતાં ઘૂસણખોરોને તગેડવાનો નિર્ણય લીધો છે. જેને પગલે ગુજરાતમાં પણ દાદાની સરકાર એક્શન મોડવામાં જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં વર્ષોથી બાંગ્લાદેશથી ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવેલાં લોકો વસે છે. જોકે, સરકારે હવે આ ઘૂસણખોરો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે.

જેના ભાગરૂપે આજે સવારે જ મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આમ પહેલગામ હુમલા બાદ દાદાની સરકારે પણ ઘૂસણખોરો પર બુલડ઼ોઝર દ્વારા સર્જિકલ સ્ટ્રાઈલ બોલાવી છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા ઘુસણખોરો અને ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. આ સાથે જ વર્ષોથી ગૂંચવાયેલા પ્રશ્નનો અંત આવવા જઈ રહ્યો છે.

પોલીસ કાફલાએ ઘૂસણખોરો પર બોલાવી તવાઈઃ
ક્રાઇમ બ્રાન્ચ , SOG, SRP સહિતની એજન્સીઓના સેંકડો પોલીસકર્મી ઓપરેશનમાં જોડાયા. ચંડોળા તળાવ વિસ્તારમાં 1000 થી વધુ પોલીસ જવાનોને સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ , sog , srp સહિતની એજન્સીઓના સેંકડો પોલીસકર્મી આ ઓપરેશનમાં જોડાયા છે. કોઈપણ સમયે મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ થઇ શકે છે. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે, છેલ્લા 15 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી,કાચા- પાકા મકાનોનું બાંધકામ છે. સૌ પ્રથમ 100 બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. ચંડોળા તળાવ વિસ્તાર મોડી રાત સુધી સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.

અમદાવાદમાં કઈ રીતે ઉભું થયું ગેરકાયદે મીની બાંગ્લાદેશ?
તળાવની જમીન પર બાંગ્લાદેશીઓ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે. તેના ઈતિહાસ પર નજર કરીશું તો ખ્યાલ આવશે કે કઈ રીતે સરહદ પારથી બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરીને અહીં પોતાની વસાવતો સ્થાપીને ગેરકાયદે કબજો જમાવ્યો છે. ખાસ કરીને કુખ્યાત લલ્લા બિહારી અહીં ગેરકાયદે લોકોને વસાવીને તેમની પાસે ખોટી રીતે 5000 જેટલું ભાડું વસુલતો હતો. અહીં હજારો ગેરકાયદે મકાનો બાંધીને બાંગ્લાદેશથી ઘૂસણખોરોને અહીં લાવીને ચંડોળા તળાવમાં લોકોને રહેવા માટે મકાનો બનાવી આપવામાં આવતા હતા. આ ઈતિહાસ ખુબ જુનો છે.

અમદાવાદના બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો ઈતિહાસઃ
. 1970 અને 1980ના દાયકામાં સ્થળાંતર અને વસાહત શરૂ થઈ
. 2002 પછી NGOએ 'સિયાસત નગર' નામની રાહત શિબિર બનાવી
. 2009માં દબાણો હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
. 2009માં તંત્રએ ભૂલથી રાહત શિબિરના વિસ્તારને તોડી પાડ્યો
. 2010માં હુલ્લડ વળતર અરજીમાં પુનર્જનન દાખલ કરવામાં આવ્યું
. 2011માં કોર્ટે વળતર આપવાનો આદેશ આપ્યો, દબાણ હટાવવા પર કોર્ટે કોઈ ટિપ્પણી ન કરી
. 2012 પછી તળાવને સુરક્ષિત રાખવા માટે નિયમિત પાણી ભરવાનું શરૂ થયું
.2010 પછીથી ચંડાળો તળાવની આસપાસ મોટા પાયે દબાણો થયા
.ઘૂસણખોરોને કેટલાક રાજકીય નેતાઓએ પણ મદદ કર્યાનો આરોપ
.અત્યારે હાલ અંદાજિત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ
.જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન

ઘૂસણખોરોનો આકા કોણ છે?
ચંડોળા તળાવ વિસ્તારમાં કુખ્યાત લલ્લુ બિહારીએ પોતાના સામ્રાજ્ય જમાવ્યું છે. વર્ષોથી તે આ વિસ્તારમાં રહીને આડા અવળા ધંધા કરીને કમાણી કરે છે. સાથે જ અહીં રહેતાં લોકોનો મસિહા બનીને ઘૂસણખોરો પાસેથી પણ પોતાના ધંધાનું કામ કરાવતો હોવાનું ચર્ચામાં છે. ત્યારે આજે સવારે કુખ્યાત લલ્લુ બિહારીના મહેલ પર ડિમોલિશન કરીને તંત્ર દ્વારા તેને પત્તાના મહેલની જેમ પાડી દેવામાં આવ્યો. અમદાવાદના ચંડોળા તળાવ પર કુખ્યાત લલ્લુ બિહારીના મહેલ પર મોટી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ટપોરી લલ્લુએ આ વિસ્તારમાં એક ફાર્મ હાઉસ ઉભુ કર્યુ હતુ. ગેરકાયદે જગ્યામાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન પર તંત્રનો મહેલ ફરી વળ્યો છે. ઝૂંપડપટ્ટી વચ્ચે ટપોરીઓ ઐયાશીનો અડ્ડો ઊભો કર્યો હતો. લલ્લુ બિહારી 2000 વારનું ફાર્મહાઉસ બનાવ્યું હતું. કાળી કમાણીમાંથી આ ભવ્ય ફાર્મહાઉસ ઊભું કર્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી....: પેટ્રોલ-ડીઝલની કોઈ જ તંગી નથી, ગુજરાત પાસે પુરતો બફર સ્ટોક, લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી

નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી....

ગુજરાતમાં પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકાર પાસે માંગી સ્પષ્ટતા

ગુજરાતમાં પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે: વડોદરામાં આદિવાસી સંમેલન દરમિયાન આપ્યા મોટા રાજકીય સંકેત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: અફવા ફેલાવનારાઓ સાવધાન, ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની કડક ચેતવણી

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી
Play Video

કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભડકો: માલવાહક ગાડીઓના ભાડામાં 20%નો તોતિંગ વધારો, જાણો શું છે કારણ

કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભડકો