બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં ગયા મહિને થયેલા વિશાળ લશ્કરી દરોડા દરમિયાન સૈંકડો લોકોના મોત થયા હતા. 28 Octoberના રોજ હાથ ધરાયેલા "Operation Containment" બાદ શહેરના ફેવેલાસ (Favellas) વિસ્તારની શેરીઓમાં લાશોની લાઇનો લાગી ગઈ હતી.
સત્તાવાર માહિતી અનુસાર, આ અભિયાનમાં 2,500થી વધુ પોલીસ અને સૈનિકોને સામેલ કરવામાં આવ્યા હતા. ગોળીબારમાં 132 લોકો માર્યા ગયા, જેમાંથી 117 કુખ્યાત "Red Command Gang"ના સભ્યો હોવાનું પુષ્ટિ થયું છે. પોલીસે 118 હથિયારો, 14 વિસ્ફોટકો અને લગભગ એક ટન નશીલા પદાર્થો જપ્ત કર્યા છે.
રેડ કમાન્ડ ગેંગની કહાની
રેડ કમાન્ડ ગેંગ, જેને સ્થાનિક સ્તરે “Comando Vermelho” તરીકે ઓળખવામાં આવે છે, બ્રાઝિલનું સૌથી શક્તિશાળી ગુનાહિત સંગઠન છે. તેની શરૂઆત 1979માં રિયોની કેન્ડિડો મેન્ડેસ જેલમાં થઈ હતી, જ્યાં સામાન્ય ગુનેગારો અને રાજકીય કેદીઓને સાથે રાખવામાં આવતા હતા. જેલમાં, આ બંને વર્ગોએ મળીને “Falange Vermelha” નામનું સંગઠન ઉભું કર્યું, જે પછી રેડ કમાન્ડ તરીકે પ્રખ્યાત થયું.
સંગઠનની શક્તિ અને નેટવર્ક
સ્થાનિક અહેવાલો મુજબ, આ ગેંગના 30,000થી વધુ સક્રિય સભ્યો છે અને તેની વાર્ષિક ગેરકાયદેસર આવક ₹2.27 લાખ કરોડથી વધુ છે. 1980ના દાયકામાં આ ગેંગે રિયોના લગભગ 70% ડ્રગ વિતરણ નેટવર્ક પર કબજો મેળવી લીધો હતો.
ડ્રગ, દારૂ અને રાજકારણ સુધીની પકડ
રેડ કમાન્ડ ગેંગ હવે માત્ર ડ્રગ ટ્રાફિકિંગ સુધી મર્યાદિત નથી. તે સોના અને હથિયારોની દાણચોરી, ક્રૂડ તેલ અને દારૂના ધંધા, તેમજ બાંધકામ અને નાણાકીય ક્ષેત્રોમાં પણ સક્રિય છે. તેના અનેક સભ્યો હવે પોલીસ, રાજકારણ અને વ્યવસાય ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છે, જેના કારણે બ્રાઝિલના ગુનાહિત અને રાજકીય માળખા વચ્ચેની રેખા ધૂંધળી બની ગઈ છે.
સરકારના કડક પગલા છતાં નેટવર્ક મજબૂત
જોકે બ્રાઝિલની સરકારે છેલ્લા કેટલાંક વર્ષોમાં ગેંગ સામે અનેક ઓપરેશનો હાથ ધર્યા છે, છતાં રેડ કમાન્ડ ગેંગનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. તાજેતરનું આ અભિયાન ‘ઓપરેશન કન્ટેઈનમેન્ટ’ ગેંગ પર ભારે પડ્યું છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ, આ સંગઠનનો નાશ કરવો હજી પણ ખૂબ પડકારજનક છે.




















