વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન આજે ભારે બબાલ સર્જાઈ હતી. લારી ગલ્લાને લઈ રજૂઆત કરવા આવેલા યુથ કોંગ્રેસના કાર્યકરો અને ભાજપ કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું.
પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ અને દંડક શૈલેષ પાટીલ સહિત અનેક કોર્પોરેટરો વચ્ચે વાકયુદ્ધ બાદ ધક્કામુકી અને ઝપાઝપી જોવા મળી હતી. તણાવ વધતા પાલિકા સિક્યોરિટી જવાનોએ હસ્તક્ષેપ કરી સ્થિતિ નિયંત્રિત કરી હતી.
યુથ કોંગ્રેસના કાર્યકરો લારી ગલ્લા હટાવવાના મુદ્દે તીવ્ર વિરોધ સાથે સામાન્ય સભામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે સભા શરૂ થવા પૂર્વે કેટલાક કામો મંજૂર કરાવવાનો આરોપ મૂકતા ભાજપ તરફથી હોબાળો થયો હતો.
ભાજપના કોર્પોરેટરો દ્વારા આ નિવેદનને મેયર તથા સભાસદોનું અપમાન ગણાવતાં, અમીબેન રાવત પાસેથી શબ્દો પાછા લેવા માંગ કરવામાં આવી હતી. "પાછા લો, પાછા લો શબ્દો પાછા લો" એવા નારા લગાવી ભાજપના કોર્પોરેટરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વડોદરામાં કોંગ્રેસનો ‘ચૂંટણી ઢંઢેરો’ જાહેર: ખાડા મુક્ત રસ્તા, શુદ્ધ પાણી અને કરવેરામાં રાહતના વચનો સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ





