Home Gujarat Brave Thief From Surat Stole At Night While Sitting On The Bed

સુરતમાં બિન્દાસ ચોરે બેડ પર બેસી કરી નિંરાતે ચોરી : મોબાઈલ ફોનના પુરાવાથી પોલીસે દબોચ્યો, મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતમાં બિન્દાસ ચોરે બેડ પર બેસી કરી નિંરાતે ચોરી
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 11:26 AM IST

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ચોરીની ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં ચોર ઘરમાં ઘુસી નિર્ભય રીતે બેડ પર બેસી ચોરી કરતો નજરે પડે છે.

બિન્દાસ ચોર, નિરાંતે ચોરી!

ચોરે ઘરમાંથી કિંમતી સામાન સાથે મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી. જોકે ચોરે કરેલી એક ભૂલ તેના માટે ભારે પડી ગઈ. ચોર દ્વારા ચોરાયેલો મોબાઈલ ફોન જ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો હતો, જેના આધારે વરાછા પોલીસે આરોપીને ટ્રેસ કરી તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. ચોરીની જાણ થતાં જ વરાછા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. મોબાઈલ ફોનની ટેકનિકલ વિગતો અને લોકેશન ટ્રેસ કરીને પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળ રહી.

પોલીસે આરોપીની ધરપકડ કરી

સમગ્ર મામલે વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી કુલ રૂ. 1.41 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં થોડી ભયની લાગણી ફેલાઈ હતી, પરંતુ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીને પકડતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now