બોટાદ ટાઉન પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓનો આંતરિક ઘર્ષણના મામલામાં મહિલા પોલીસ કર્મચારી અને પુરુષ પોલીસ કર્મચારીઓની જિલ્લા ફેર બદલી કરવામાં આવતા ભારે ચકચાર મચી હતી.પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિહ ચુડાસમાને ભાવનગર તો મહિલા કોન્સ્ટેબલ ભૂમીબેન મકવાણાને અમરેલી બદલી કરાઈ છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને પોલીસ કર્મચારીઓએ સામસામે નોંધાવી ફરીયાદ હતી.
બોટાદ ટાઉન પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી મહિલા પોલીસ કર્મચારી અને પુરુષ પોલીસ કર્મચારી નો આંતરિક ઘર્ષણનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ મામલો સમગ્ર બોટાદ જિલ્લામાં ભારે ચકચાર મચાવી ચૂક્યો છે જ્યારે બંને પોલીસ કર્મચારીઓએ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી ચૂકી છે જેમાં મહિલા પોલીસ કર્મચારીએ છેડતી અને ધમકી આપવા સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી જ્યારે પુરુષ પોલીસ કર્મચારીએ ધમકી આપવા અને ફરજ રૂકાવટ સંદર્ભે બોટાદ ટાઉન પોલીસ મથકમાં આમ બંને પોલીસ કર્મચારીઓએ સામસામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ ઘટનાના પગલે સમાચારોના અહેવાલો પ્રસિદ્ધ થતાની સાથે જ જવાબદાર અધિકારી હરકતમાં આવ્યા હતા અને વિશેષ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળવા પામી હતી કે બંને પોલીસ કર્મચારીઓની જિલ્લા ફેર બદલી કરી દેવામાં આવી છે જેમાં પોલીસ પુરુષ કર્મચારી જયપાલસિહ ચુડાસમાની ભાવનગર બદલી કરવામાં આવી છે જ્યારે મહિલા પોલીસ કર્મચારી ભૂમીબેન મકવાણાની અમરેલી ખાતે જિલ્લા ફેર બદલી કરવામાં આવતા જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી પોલીસ પુરુષ કર્મચારી અને મહિલા પોલીસ કર્મચારી સાથે ઘર્ષણને લઈ બોટાદ ટાઉન પોલીસ મથક ની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી પોલીસ માટે આ ઘટના શરમજનક છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






