રાજ્યમાં એકતરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે હવે ગઢડા તાલુકાના જલાલપર ગામે જીનિંગ ફેકટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમા આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ હાલ કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જલાલપર ગામે આવેલ ભૂમિ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી હતી. જિનના ગ્રાઉન્ડમાં પડેલ કપાસના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, ઘટનાની જાણ થતાં ગઢડા,બાબરા અને દામનગરના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે. પરંતુ કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આ ઘટનામાં બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






