Home Gujarat Bootleggers Overpower Police In Surat Rural Area

ઉલટા ચોર કોતવાલ કો ડાંટે? : કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે સુરત ગ્રામ્ય પોલીસ સાથે, જાણો કોણ હાવી થઈ રહ્યું છે ખાખી પર?

ઉલટા ચોર કોતવાલ કો ડાંટે?
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 05:05 AM IST

સુરત ગ્રામ્યમાં બુટલેગરો પોલીસ પર હાવી થવાના બનાવે ચકચાર મચી છે. બુટલેગર ઈશ્વર વાંસફોડીયાના ભત્રીજાની અટકાયતના મામલે પરિજનોએ બબાલ કરતા પરિસ્થિતિ બિચકાઈ હતી. પોલીસએ ઓમપ્રકાશ વાંસફોડીયાની અટકાયત કરી હતી, જેને કારણે પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો.

અડધીરાત્રે ચોકીમાં તોડફોડ

માહિતી મુજબ, કડોદરા નજીક ચાર રસ્તા પાસે આવેલી પોલીસ ચોકીમાં આરોપીના પરિજનો મધરાત્રે ઘૂસી ગયા હતા. ટોળાએ ચોકીમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પાસા હેઠળ કાર્યવાહી પર બબાલ

પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતાં આ બબાલ થયો હોવાનો ખુલાસો થયો છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પણ દળોને બોલાવવાનો વારો આવ્યો હતો.

ગુનો નોંધાયો, CCTV તપાસ શરૂ

ઘટના બાદ પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો છે. સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે અન્ય લોકોને પણ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now