અમદાવાદમાં રીઢા ગુનેગારોનો ખૂબ જ આતંક રહેતો હોય છે. તેવા આરોપીઓ સામે પોલીસ પણ ખૂબ જ કડક કાર્યવાહી કરતી હોય છે. આરોપીઓ સામે કાયદાનો ગાળિયો કસીને તેમને બાનમાં લેવાનું કામ પોલીસ કરે છે. ત્યારે તેવા ગુનેગારો સામે દાદાનું બુલડોઝર ચાલે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના નામચીન બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી બુટલેગર વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તે બુટલેગરનું નરોડાના મુઠિયામાં આવેલા તેના ઘર પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું છે.
પોલીસે દારુ ઝડપી લીધો
આરોપી સામે ઘણા બધા ગુનાઓ પણ નોંધાયેલા છે. તેમજ આરોપી જયેશ સોલંકીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેની સામે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આરોપી દ્વારા સરકારી જગ્યામાં બનાવેલ ભોંયરામાં છૂપાવેલો દારુ પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી છે. પાવેલો દારુ પણ ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





