Home Gujarat Bomb Threats Trigger Panic 4 Courts In Gujarat Evacuated

સ્કૂલો બાદ આજે રાજ્યની કેટલીક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ડોગ-બોમ્બ સ્કવોર્ડ દ્વારા સર્ચ ઓપરેશન; કોર્ટની તમામ કાર્યવાહી સ્થગિત

સ્કૂલો બાદ આજે રાજ્યની કેટલીક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 09:12 AM IST

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી ધમકી આપવાનો સિલસિલો સતત વધી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદ-વડોદરાની 30 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે આજે રાજ્યની અનેક કોર્ટને ધમકી ભર્યો ઈમેલ મળી આવ્યો છે.

વડોદરાની કોર્ટને મળ્યો ઈમેલ

મળતી માહિતી મુજબ વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેમાં કોર્ટના પરિસરમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઈમેલ મળતા જ કોર્ટમાં ફફડાટનો માહોલ સર્જાયો અને તમામ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વિવિધ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એક્ટિવ બની છે. અને કોર્ટ પરિસરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોર્ટ પરિસરના દરેક ખૂણાની બારીકીથી તપાસ હાથ ધરવામાં આવી છે. કોર્ટ બિલ્ડીંગ, પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા વાહનો તેમજ શંકાસ્પદ માનવામાં આવતા તમામ સ્થળોએ ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત અનેક કોર્ટને ઉડાવી દેવાની ધમકી

અમદાવાદમાં આવેલી જુની હાઇકોર્ટ ઉપરાંત ગાંધીનગર તથા વલસાડની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે તમામ સ્થળે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ એક પણ કોર્ટમાંથી અત્યાર સુધી કાઇ શંકાસ્પદ નથી મળી આવ્યું.

સર્ચ ઓપરેશન ચાલુ, કાઇ શંકાસ્પદ મળ્યું નથી!

વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તથા વલસાડ કોર્ટમાં ડોગસ્કવોર્ડ, BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોર્ડ), સ્થાનિક પોલીસ ઉપરાંત પણ આસપાસનાં પોલીસ સ્ટેશનનાં જવાનો ગોઠવવામાં આવ્યા છે અને સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. પણ ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એક પણ કોર્ટમાંથી કાઇ શંકાસ્પદ નથી મળ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now