Home Gujarat Bomb Threat To State Government Offices Solved

રાજ્યની સરકારી કચેરીઓને બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો : ગેરસમજને કારણે સમગ્ર રાજ્ય 'પેનિક' , ગાંધીનગર DySP એ આપી સ્પષ્ટતા

રાજ્યની સરકારી કચેરીઓને બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 11:26 AM IST

ગુજરાતના વિવિધ શહેરોમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની અફવાઓ વચ્ચે હવે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે. પોલીસ તપાસ મુજબ મૂળ ધમકીભર્યો ઇમેઇલ માત્ર સુરતની કચેરીઓને મોકલાયો હતો, પરંતુ ગેરસમજને કારણે સમગ્ર રાજ્યમાં પેનિક જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

માહિતી અનુસાર, Regional Passport Office Surat અને સુરત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ આઉટલુક મારફતે મળ્યો હતો. આ ઈમેઇલ સુરત સ્પેશિયલ બ્રાન્ચ અને પોલીસ કમિશ્નરને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો.

પછી નવસારી ઓફિસથી આ ઈમેઇલ અમદાવાદ મુખ્ય કચેરીમાં મોકલાયો. સાથે જ આખા ગુજરાતની પોસ્ટ ઓફિસોને પણ ઈમેઇલ ફોરવર્ડ થતા ગેરસમજ ફેલાઈ ગઈ. ગાંધીનગર બ્રાન્ચને પણ ફોરવર્ડ મળતા ત્યાં પણ બોમ્બ ધમકીનો મેસેજ સર્ક્યુલેટ થયો અને તાત્કાલિક સુરક્ષા એલર્ટ જાહેર કરાયો હતો.

અમદાવાદ ખાતે Regional Passport Office Ahmedabad પર પોલીસ પહોંચી અને તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટી પાસપોર્ટ કચેરી ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. 112 નંબર પર મળેલી વર્ધી બાદ ગાંધીનગર કંટ્રોલ રૂમ સતર્ક બન્યો હતો.

સુરતની કચરીઓને મળેલો ધમકીભર્યો ઈમેલ:

Sopa9m: પાકિસ્તાનથી મેળવેલા 18 સાયનાઇડ ભરેલા RDX IEDs તમારા શહેરના બધા RPO ઓફિસ પરિસરમાં મૂકવામાં આવ્યા છે, ટૂંક સમયમાં વિસ્ફોટ થશે. બપોરે 12:15 વાગ્યા સુધીમાં બધા RPO સ્ટાફ (નાક ઢાંકવા) ને ખાલી કરો!

<[email protected] >

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026 10:20:53 AM +0530

"rpo.ahmedabad" ને<[email protected]>

મારું નામ આરણા અશ્વિન શેખર છે, મારા દાદા શ્રી એસ.વી. શેખર દ્વારા મારી સાથે છેડતી કરવામાં આવી હતી અને એક NGO એ તાજેતરમાં ચેન્નાઈ કોર્ટમાં મારો POSCO કેસ દાખલ કર્યો છે.

કેસ નંબર: Spl (POCSO) કેસ નંબર 55/2025

જોકે, મારા દાદાના શાસક પક્ષ સાથેના પ્રભાવને કારણે કોર્ટ દ્વારા કેસ વિલંબિત થઈ રહ્યો છે. માઓવાદી-નક્સલવાદી વિદ્યાર્થી પાંખે, નેતા શ્રીનિવાસ બસવરાવની વિચારધારા સાથે મને પોતાને બચાવવા અને ન્યાય મેળવવામાં મદદ કરી છે. આ મામલો અમારા હાથમાં લીધા પછી, મારા કેસમાં ન્યાય મળે અને POSCO કેસોમાં સરકારના તમામ દુરુપયોગ સામે ચેતવણી તરીકે સેવા આપીએ. આજે તમારી બધી પાસપોર્ટ ઓફિસની ઇમારતમાં વિસ્ફોટ કરવામાં આવશે.

અમે ફક્ત ઇમારતને નુકસાન ઇચ્છીએ છીએ કારણ કે આ વિસ્ફોટ તમિલનાડુમાં શાસક DMK સરકારને કેસને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર વગેરે જેવા અન્ય રાજ્યોમાં ખસેડવા માટેનું નિવેદન હોવું જોઈએ. તેથી, કૃપા કરીને બપોરે 12:15 વાગ્યા સુધીમાં બધાને ઓફિસમાંથી ખાલી કરો.

અમે જવાબદારી લઈએ છીએ અને TN બહાર POCSO કેસ માટે ન્યાય માંગીશું.

અર્ના અશ્વિન શેખર

CPI (માઓવાદી-નક્સલબારી) સંલગ્ન

બસ્તર વિંગ

આ મામલે ગાંધીનગર DySP દિવ્ય પ્રકાશ ગોહિલ એ જણાવ્યું કે મૂળ ધમકી સુરત આરટીઓ અને રિજનલ પાસપોર્ટ ઓફિસ સુધી મર્યાદિત હતી. ગેરસમજને કારણે સમગ્ર રાજ્યમાં અફવા ફેલાઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now