Home Gujarat Body Found Hanging From A Tree Near Bus Station In Rajkot

રાજકોટમાં બસ સ્ટેશન નજીક ઝાડ પર લટકેલો મૃતદેહ મળ્યો : મૃતકનું નામ પ્રવીણ રાઠોડ, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટમાં બસ સ્ટેશન નજીક ઝાડ પર લટકેલો મૃતદેહ મળ્યો
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 06:09 AM IST

રાજકોટ શહેરના સેટેલાઇટ બસ સ્ટેશન નજીક ઝાડ પર એક યુવકની લટકતી લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. 80 ફૂટ રોડ ચોકડી નજીક આવેલા સેટેલાઇટ બસ સ્ટેન્ડ પાસે આવેલા ઝાડ પર યુવક લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.

લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા

આ ઘટના નજરે પડતાં જ સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ પ્રવીણ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના 17 વર્ષીય જૈનિલની અનોખી શોધ
અંબાલાલ પટેલની મોટી ચેતવણી!
અમદાવાદમાં ધોળા દિવસે યુવતી પર એસિડ એટેક
ગુજરાતના સરહદી નવા જિલ્લામાં PM મોદીની ઐતિહાસિક મુલાકાત
સુરત બહુચર્ચિત નકલી નોટ કૌભાંડ
Play Video