ખેડાના મહુધા તાલુકાના મહીસા ગામમાં યુવક અને યુવતીના હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યા. યુવતીના ગુરૂવારે લગ્ન થવાના હતા અને લગ્ન પહેલાં જ યુવતીની હત્યા થઈ જતા પરિવાર ઉંડા શોકમાં છે. સમગ્ર બાબતે હત્યાનું કારણ હવે સામે આવ્યું છે. ખુલ્લા ખેતરમાં હવસખોર હત્યારાએ પહેલા પ્રેમી યુવકની હત્યા કરી અને ઘરેથી ભાગીને આવેલી પ્રેમિકા ઉપર દુષ્કર્મ ગુજારી તેની પણ હત્યા કરી નાખી છે. નગ્ન શરીર પર ખેતરમા પડેલુ તમાકુનુ રાડિયુ નાંખ્યુ હતુ.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહુધા તાલુકાના મહિસા ગામની સીમ વિસ્તારમાં દિલીપસિંહ ગોહિલનો તબેલો છે. તબેલા નજીક એક ખાટલામાં અને બીજો જમીન પર બે મૃતદેહ મળ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર આ બંને હાલોલની બાજુમાં આવેલા દેલોલ ગામના રહીશ છે. જેમાં યુવતી સારિકા ચૌહાણ અને યુવક અજય રાઠોડ હોવાની વિગતો મળી હતી. સારિકા ચૌહાણના 24મીએ ગામ દેલોલમાં લગ્ન હતા. સારિકા સાથે લગ્ન માટે જાન લઈને વડોદરા નજીક નંદેસરીથી સંજય પરમાર નામનો યુવક આવવાનો હતો. પરંતુ તે પહેલાં જ હત્યા થઈ ગઈ છે. જ્યારે યુવતીનો મૃતદેહ મળ્યો ત્યારે હાથમાં મહેંદી લાગેલી હતી. યુવતીના ગુપ્તાંગમાં ગંભીર ઇજા હોવાની ચર્ચા છે. મૃતક યુવકની કોઈ બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલે છેક હાલોલ પાસેના દેલોલ ગામથી મહીસા ગામમાં આ બંનેના મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જોકે સમગ્ર મામલે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની શક્યતાઓ ઉભી થઈ હતી.
પોલીસની વિવિધ ટીમ સ્થળ પર
સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચ્યા પછી જિલ્લા પોલીસ વડાને જાણ કરી અને લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. સાથે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ કરવામાં આવી છે. અને બંને મૃતદેહોને પીએમ માટે મહુધા સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





