Home Gujarat Blast Near Garden In Sector 4 Gandhinagar Four Fire Worker Injured

ગાંધીનગરમાં સેક્ટર 4 માં ગાર્ડન નજીક બ્લાસ્ટ : ચાર ફાયર જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરમાં સેક્ટર 4 માં ગાર્ડન નજીક બ્લાસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Apr 11, 2025, 06:47 PM IST

ગાંધીનગર સેક્ટર 4 માં ગાર્ડન નજીક એક મકાનમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમા બચાવ કાર્ય કરવા ગયેલા ચાર ફાયર કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ ફાયર કર્મચારીઓને ગંભીર અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર ચાર ખાતે આવેલા એક મકાનમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી. પરંતુ બ્લાસ્ટ એટલો ખતકનાક હતો કે બચાવ કાર્ય કરવા ગયેલા 4 ફાયર કર્મચારીઓ ઘાયલ થયા હતા. બચાવ કામગીરી દરમિયાન ગાંધીનગરના 4 ફાયર બ્રિગેડના જવાનો દાઝી ગયા હતા. નોંધનીય છે કે ગાર્ડન ટોયલેટ પાસેના રૂમમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ આગે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું . જોકે, હાલ ફાયરકર્મીઓને ગંભીર અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now