25 એપ્રિલ,2025ના રોજ પાકિસ્તાનના ક્વેટાના માર્ગટ વિસ્તારમાં થયેલા વિનાશક હુમલામાં પાકિસ્તાની સૈન્યના10 જવાનોનાં મોત થયા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાબદારી લીધી હતી, અને કહ્યું હતું કે તેમણે રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નો ઉપયોગ કરીને પાકિસ્તાની આર્મીના જવાનોને ફૂંકી માર્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છેકે માર્યા ગયેલા તમામ 10 લોકો પાકિસ્તાની સેનાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હતા. આ ઘટનાએ બલૂચિસ્તાનમાં સતત ચાલી રહેલા પાકિસ્તાન અને BLA વચ્ચેના તણાવમાં પાકિસ્તાનને વધુ એક મોટી પરાસ્ત આપી છે. છેલ્લા થોડા સમયથી BLAએ પાકિસ્તાની લશ્કરી દળો સામે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. શુક્રવારે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હુમલામાં 10 પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા. આ હુમલો ક્વેટાના ઉપનગર માર્ગટમાં થયો હતો, જેમાં લશ્કરી કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. BLAએ આ હુમલાનો વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા છે. જેમાં BLA સંગઠનના લોકો બલૂચિસ્તાનનો ઝંડો પહેરીને ઉભાં છે. બલૂચિસ્તાનની સ્વતંત્રતા ઇચ્છતા અલગતાવાદી જૂથ, બલૂચ લિબરેશન આર્મી (BLA)એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. BLA પ્રવક્તા જિયાંદ બલોચના નિવેદન મુજબ, જૂથે IED વિસ્ફોટ કરવા માટે રિમોટ-કંટ્રોલ્ડ ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો, જેમાં લશ્કરી વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને તેમાં સવાર તમામ દસ જવાનો માર્યા ગયા હતા. નિવેદનમાં મૃતકોમાંના કેટલાકની ઓળખ સુબેદાર શહેઝાદ અમીન, નાયબ સુબેદાર અબ્બાસ, સિપાહી ખલીલ, સિપાહી ઝાહિદ અને સિપાહી ખુર્રમ સલીમ તરીકે કરવામાં આવી છે.
એટલું જ નહીં આ ઘટનાના એક દિવસે પહેલાં એટલે કે ગુરુવારે, BLA દ્વારા બલુચિસ્તાનના ઝમુરાન, કોલવાહ અને કલાત જિલ્લામાં અલગ અલગ હુમલાઓમાં 7 પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓને માર્યા ગયા અને ચાર અન્ય ઘાયલ થયા હોવાનો અહેવાલ મળ્યાં હતા. BLA એ આ કામગીરી દરમિયાન સુરક્ષા ચોકીઓ પર કબજો કરવાનો પણ દાવો કર્યો હતો.
BLA એ આગામી દિવસોમાં પાકિસ્તાની સૈન્ય સામે વધુ તીવ્ર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે, જેમાં કહ્યું છે કે, "આઝાદી માટેની અમારી લડાઈ અટકશે નહીં, અને અમે અમારી બધી શક્તિથી દુશ્મનને નિશાન બનાવતા રહીશું."
The Baloch Liberation Army (BLA) has Released a Video of the Remote-Controlled BOMB Attack carried out today in the Margat area on the outskirts of Quetta. #10 personnel of the #Pakistani army were #Killed in the Attack. The targeted military vehicle was completely destroyed. pic.twitter.com/YKN3seBNRY
— Vaibhav Singh (@vaibhavUP65) April 25, 2025
પાકિસ્તાન સરકારે હજુ સુધી તાજેતરના હુમલાઓ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જો કે, આ ઘટનાઓ બલુચિસ્તાનમાં પાકિસ્તાનની ઘટી રહેલી પકડને સાબિત કરી છે. છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાની સેના દ્વારા ચાલતા અત્યાચાર અને કત્લેઆમ સામે BLAએ હવે રીતસર પાકિસ્તાની સેના સામે જંગ છેડી દીધી છે. જેનો એક બાદ એક પાકિસ્તાની સેના ભોગ બની રહી છે. મહત્વનું છેકે ભારત-પાકિસ્તાનની આઝાદી બાદ પાકિસ્તાને કિન્નાખોરી રાખી બલોચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દીધું. જે બાદ ત્યાંના કુદરતી સંસાધનોનું સતત શોષણ કર્યું હતું. જેના જવાબમાં હવે BLA જેવા સંગઠનોએ હથિયાર ઉપાડી પાકિસ્તાનથી આઝાદ થવા માટે સતત લોહિયાળ જંગ શરૂ કર્યો છે.





