Home Gujarat Bjp Spokesperson Yagnesh Daves Statement On Congresss Allegations Of Vote Rigging

''પહેલા અભ્યાસ કરો ત્યારબાદ કોઈપણ જાતના આક્ષેપ કરો'' : મત ચોરી - કોંગ્રેસના આરોપ પર ભાજપ પ્રવક્તાએ શું કહ્યું?

''પહેલા અભ્યાસ કરો ત્યારબાદ કોઈપણ જાતના આક્ષેપ કરો''
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 09:53 AM IST

દેશમાં કોંગ્રેસ દ્વારા મત ચોરી મુદ્દે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ મત ચોરીનો મુદ્દો ગુજરાતમાં પણ ગરમાયો છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભાજપ પર કરાયેલા આક્ષેપ મુદ્દે ભાજપ મુખ્ય પ્રવક્તા ડો યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે. યજ્ઞેશ દવે કહ્યું કે, ''રાહુલ ગાંધીના ઈશારે વોટ ચોરી-મત ચોરીને લઈ અમિત ચાવડાએ નિવેદનો આપ્યા છે, ત્યારે તેમને કહેવું છે પહેલા ટેક્નિકલ બાબતો જાણ્યા વગર બિહારની હાર જોઈ ગયેલા રાહુલ ગાંધી બાલીસ વાતો કરી રહ્યાં છે.


''આક્ષેપ કરતા પહેલા થોડું તો વિચારો''

અમિત ચાવડાને યજ્ઞેશ દવે કહ્યું કે, ''તેમ તો માજીલા રાજકારણી છો ત્યારે તમે શું કામ આવી વાતો કરો છો. પહેલા તો ચૂંટણી પંચ સ્વાયત છે. આ જ ચૂંટણી પંચે કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા રાજ્યમાં પૂર્ણ સરકાર આપી છે તેમજ પાંચ રાજ્યોમાં તમારી સરકાર ચાલે છે ત્યાં શું વોટ ચોરી ન હતી?, આક્ષેપ કરતા પહેલા થોડું તો વિચારો''


યજ્ઞેશ દવે શું કહ્યું?

યજ્ઞેશ દવે કહ્યું કે, ''ચૂંટણી પંચમાં મતદાર પ્રક્રિયાએ સતત ચાલતી પ્રક્રિયા છે તેમજ દર છ મહિનામાં નવી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે, નામ એડિશન, ડિલેશન અને મોડિફિકેશન થતું હોય છે, સાથે સાથે ચૂંટણી પંચની મતદાર યાદીની અંદર જે લોકોના નામ ઉમેરાય તેમજ જે લોકોના નામ કમી થાય તેની ચકાસણી પણ જાતે કરવાની હોય છે તેમજ દર 5 વર્ષે બીએલઓ પણ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરતા હોય છે''


"તમે સર્ટિફાઈડ મત ચોર છો"

તેમણે કહ્યું કે, ''માર કોંગ્રેસ નેતાઓને કહેવું છે કે, પહેલા અભ્યાસ કરો ત્યારબાદ કોઈપણ જાતના આક્ષેપો કરો. ચૂંટણી પંચ પર આક્ષેપ કરો તે પહેલા પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો. મત ચોરી કોને કહેવાય જ્યારે એક મત જવાહરલાલ નહેરૂને બાકીના બધા મત સરદાર પટેલની મળ્યા હતા, છતાં નહેરૂ વડાપ્રધાન બન્યા હતા. 1975માં રાયબરેલીમાંથી ઈન્દીરા ગાંધી જીત્યા હતા અને અલ્લાબાદ હાઈકોર્ટ ચુકાદો આપ્યો હતો કે, આ ચૂંટણી ગેરકાયદે છે અને એની મતદારોનો ખોટી રીતે ઉપયોગ થેયલો છે. તેમ સર્ટિફાઇડ મત ચોર છો''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now