Home Gujarat Bjp Mla Protests Against Demolition Process In Abdasa Says Rather Than Demolishing The Mud Houses Of The Poor

'ગરીબોના કાચા મકાનો તોડવા કરતા ગુનેગારોના મકાન તોડો' : અબડાસામાં ડીમોલિશન કાર્યવાહી સામે BJPના ધારાસભ્યનો વિરોધ

'ગરીબોના કાચા મકાનો તોડવા કરતા ગુનેગારોના મકાન તોડો'
Published by: OBS Bureau
Last Updated: May 02, 2025, 05:28 PM IST

ચંડોળા તળાવ પાસે થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યું છે. જે બાદ હવે ભાજપના ધારાસભ્યએ ડિમોલિશનની કામગીરી અંગેનો વિરોધ કર્યો છે. ભાજપના અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસામાં ડિમોલિશનની કાર્યવાહી અંગેનો વિરોધ કર્યો છે. જે અંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને પત્ર લખીને ડિમોલિશનની કામગીરી અંગેનો વિરોધ વ્યક્ત કર્યો છે.


ભાજપના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ વિરોધ કરતા પત્ર લખ્યું છે. તેમણે પત્ર લખીને સવાલો કર્યા છે. તેમણે કહ્યું છે કે, ગરીબોના કાચા મકાનો તોડવા કરતા ગુનેગારો મકાન તોડવા જોઈએ. આ સિવાય જેમની પર મોટા કેસ થયા હોય એવા ગુનેગારોના મકાન તોડો. તાત્કાલિક અસરથી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ બંઘ કરવા પણ કહ્યું છે.









વધુમાં પત્ર લખીને વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'મારા વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટ કરવાનું આયોજન નથી અને કોઈ અડચણરૂપ થાય એમ ન હોવાથી ગરીબો અને નાના લોકોના દબાણો હટાવવાનું કોઈ કારણ રહેતું નથી.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now