મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. જિલ્લા પોલીસ વડાને લેટર લખી વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી RTI કરી તથા અન્ય ધાક ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
''ધાક ધમકી આપીને પૈસા પડાવવાનું કાર્ય કરે છે''
ધારાસભ્ય મોહન ઢોડિયાએ પત્રમાં લખ્યું છે કે, 'વાલોડ તાલુકો મારું કાર્ય વિભાગમાં આવે છે હું પોતે પણ આદિવાસી સમાજનો છું અને મારી જાણ મુજબ આદિવાસી સમાજમાં આદિવાસી પંચની રચવાના કરવામાં આવી નથી અને વાલોડ તાલુકામાં ખાદિવાસી પંચના નામે 5-7 વ્યક્તિઓ બિન બિન કાયદેસર રીતે વલોડમાં શોપિંગ આર બી પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ઓફિસ ખોલીને RTI કરીને લોકોને ધાક ધમકી આપીને પૈસા પડાવવાનું કાર્ય કરે છે.
''5-7 વ્યક્તિઓની ટોળકી પૈસા ઉઘરાવી...''
પત્રમાં વધુમાં લખ્યું છે કે, ''હાલના તબક્કે જ દાદરીયા ગામના સરપંચ મહેન્દ્રભાઇ ગામિત દ્વારા પૈસાની ઉઘરાણી બાબતે ફરિયાદ આપતા આ બિન અધિકૃત પંચના લાલસીંગભાઇ ગામીત અને એમની ટોળકી સામે વાલોડ પોલોસ સ્ટેશન માં તારીખ 01આગસ્ટના રોજ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. એ ફરિયાદના અનુસંધાનમાં એ સાબિત થાય છે કે આ 5-7 વ્યક્તિઓની ટોળકી પૈસા ઉઘરાવી આદિવાસી સમાજનું નામ બદનામ કરે છે. વધુમાં આ પંચનું રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ? એ પણ પ્રશ્નાર્થ છે. અસામાજિક તત્વોને શોધી કાઢીને તેમની સામે તાત્કાલિક કાયદેસર પગલાં ભરવામાં આવે અને આવી પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે અને કરેલ કાર્યવાહીની મને પણ જાણ કરવામાં આવે. આવી પ્રવૃત્તિઓને લીધે સમગ્ર વાલોડ તાલુકાની દરેક સમાજની જનતામાં ભયનો માહોલ ઉભો થયો છે''.
''પોલીસ પણ પ્રોત્સાહિત કરી રહ્યા હોય એવું લાગે છે''
ધારાસભ્યએ લખ્યું કે, ''9મી ઓગસ્ટના દિવસે બુહારી ખાતે આ બનાવટી પંચના કેટલાક વ્યક્તિઓ વચ્ચે મારામારી પણ થઈ હતી અને એ બાબતનો સોશીયલ મીડિયામાં ફરી રહેલા વિડિયો જોતાં મારા-મારીને પોલીસ પણ પ્રોત્સાહિત કરી રહ્યા હોય એવું લાગે છે. એ અંગે પણ તપાસ કરીને કડકમાં કડક પગલાં લેવાની પણ અંગત ભલામણ છે. આપના વોટ્સએપ નંબર પર 9 ઓગસ્ટ દિને થયેલ મારા મારીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો આપને મોકલ્યું''






