Home Gujarat Bjp Leader Varun Patel Attacks Bjp Mla Hardik Patel Political Uproar In Via Viramgam

"વિરમગામની પ્રજા આ નકામા છોકરાને માફ નહિ કરે" : ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પર ભાજપના જ નેતા વરુણ પટેલનો પ્રહાર, વાયા વિરમગામ રાજકીય ઘમાસાણ

"વિરમગામની પ્રજા આ નકામા છોકરાને માફ નહિ કરે"
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 08:00 AM IST

Hardik Patel: વિરમગામના સડક, ગટર અને નિકાસ સમસ્યા હવે માત્ર નગરપાલિકા સુધી સીમિત નહીં રહી, પરંતુ ભાજપની આંતરિક રાજકીય જંગમાં પણ ફેરવાઈ રહી છે. વિરમગામ શહેરની હાલની દુર્દશા અને બેહાલ ગટર વ્યવસ્થા મુદ્દે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ઊભરાતી ગટરો અને ઘરમાં ઘૂસતા ગંદા પાણી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હાર્દિક પટેલની જરૂઆત બાદ સરકાર સમગ્ર મુદ્દે અધિકારીઓને પણ તાકિદ કરી.


જોકે, મામલો તો વધારે ત્યારે ચગ્યો જ્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ભાજપના જ બીજા નેતા વરુણ પટેલે સોશિયલ મીડિયા પર સીધો આરોપ લગાવતી પોસ્ટ મુકી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાજપના નેતા વરુણ પટેલે હાર્દિક પટેલ પર સીધા આરોપ લગાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કટાક્ષ કર્યો કે, "વિરમગામની પ્રજા આ નકામા છોકરાને માફ નહીં કરે. મલાઈ મળવામાં ડખા થયા એટલે હવે બદનામી કરવાની રમતમાં લાગી ગયો છે."

વરુણ પટેલના મતે, સરકાર દ્વારા ફાળવાયેલા અંદાજિત 45 કરોડ રૂપિયાના ખર્ચ બાદ પણ વિકાસનું કોઈ કામ થયું હોય એવું દેખાતું નથી. જેને કારણે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. વરુણ પટેલે હાર્દિક પટેલ પર નગરપાલિકા મામલામાં દખલગીરી કરવાનો અને ચુંટાયેલા સભ્યોને વિકાસ કામોથી દુર રાખવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વરુણ પટેલે વર્તમાન ચીફ ઓફિસરની બદલીમાં થતી રાજકીય દખલગીરીની પણ સામે માંગણી કરી છે કે તમામ ખર્ચની સઘન તપાસ થવી જોઈએ.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકાર સામેના પાટીદાર અનામત આંદોલન વખતે વરુણ પટેલ અને હાર્દિક પટેલ એક જ મંચ પર એક સાથે દેખાતા હતાં. એક સમયે બન્ને એકબીજાના સારા મિત્રો પણ ગણાતા હતાં. પણ હવે ક્યાંકને ક્યાંક પાવર અને પૈસાની વાત વચ્ચે આવતા આ વિવાદે જોર પકડ્યું હોય તેવું પણ ચર્ચામાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now