સુરત શહેરમાં થોડા દિવસ પહેલા ચકચારી મચાવી દેનાર દુષ્કર્મના કેસમાં ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ બંન્ને સામે યુવતીને માદક પીણું પીવડાવી દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો હતો. સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બંન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બંન્ને આરોપીની કરી ધરપકડ
આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરના મહામંત્રી તરીકે કાર્યરત હતા. તેમની ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય પડઘા પણ પડીયા છે. સુરતમાં આ ઘટના બાદ યુવતીઓની સુરક્ષા અંગે ફરીવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને લોકો આરોપીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.






