Home Gujarat Bjp Candidates List Ahmedabad Gandhinagar Patan Narmada 2026

પાલિકા-પંચાયત ચૂંટણી પહેલા ભાજપ સક્રિય : ગાંધીનગરથી નર્મદા સુધી ઉમેદવારોની જાહેરાત, ચૂંટણી પહેલા મજબૂત તૈયારી

bjp
Published by: Chintan Chavda
Last Updated: Apr 10, 2026, 06:03 AM IST

ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ નજીક હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના હજારો ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે, જેના કારણે રાજકીય ઉત્સુકતા અને તણાવ બંને વધ્યા છે.

ઉમેદવારીનો અંતિમ દિવસ નજીક, છતાં હજારો નામ બાકી

11 એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે, પરંતુ હજુ પણ ભાજપ અને કોંગ્રેસના ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

અમદાવાદ, પાટણ અને નર્મદામાં ઉમેદવારો જાહેર

ભાજપે આજે અમદાવાદ, ખેડા-નડિયાદ, પાટણ, ગાંધીનગર અને નર્મદા જિલ્લાઓ માટે પાલિકા અને પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આ યાદી સાથે ભાજપે રાજ્યના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. દરેક જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિ અને રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હોવાની સંભાવના છે.

ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો

પાટણ જિલ્લાની પાલિકા-પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી

નર્મદા જિલ્લા પાલિકા-પંચાયતની ભાજપની યાદી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now