Home Gujarat Birthday Became The Last Day For Dhir In Vadodara

વડોદરામાં ધિર માટે જન્મદિવસ બન્યો અંતિમ દિવસ : ટ્રકે અડફેટે લેતા મોત, પરિવાર અને મિત્રોમાં શોક

વડોદરામાં ધિર માટે જન્મદિવસ બન્યો અંતિમ દિવસ
Published by: OBS Bureau
Last Updated: Oct 19, 2025, 07:48 AM IST

વડોદરા શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જે ગંભીર અકસ્માતમાં પાટીદાર યુવક ધિર પટેલનું મોત નીપજ્યું છે. અકસ્માત અકોટા વિસ્તારના દાંડિયા બજાર બ્રિજ પાસે થયો હતો, જ્યાં એક્ટિવા ઉપર રોશની (દિવાળીની લાઈટિંગ) જોવા નીકળેલા યુવકને ટ્રકે અડફેટે લીધો હતો.

રોશની જોવા નીકળેલા ધિરની 'રોશની બુઝાઈ'

મળતી માહિતી મુજબ, ધિર પટેલ પોતાનો જન્મદિવસ હતો અને તે મિત્રો સાથે ડિનર કર્યા પછી શહેરની દિવાળીની રોશની જોવા માટે નીકળ્યો હતો. તે દરમ્યાન અચાનક એક ટ્રકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા ધિર પટેલ મોત થયું હતું.

અકોટા પોલીસે તપાસ હાથધરી

અકસ્માત પછી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે અકોટા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને ઘટનાસ્થળે મોતનું મૌન છવાઈ ગયું છે. જન્મદિવસના દિવસે જ ધિર પટેલના મૃત્યુથી પરિવારજનો, મિત્રો અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
Play Video
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક