Home Gujarat Bihar Youth Arrested For Creating Iptv App Streaming Anti National Content

દેશવિરોધી કન્ટેન્ટ સ્ટ્રીમ કરતી IPTV એપ બનાવનાર : બિહારનો યુવક પકડાયો

દેશવિરોધી કન્ટેન્ટ સ્ટ્રીમ કરતી IPTV એપ બનાવનાર
Published by: OBS Bureau
Last Updated: May 16, 2025, 03:23 PM IST

સ્ટેટ સાયબર સેલ, ગાંધીનગરને જિયો સિનેમા (હોટસ્ટાર) તરફથી IPTV વિરુદ્ધ ફરિયાદ મળી હતી. ફરિયાદ મુજબ, કેટલાક લોકો એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે ટીવી ચેનલ્સનું સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા.

આ એપ્લિકેશનમાં ભારત સહિત વિદેશના અનેક દેશોના ચેનલો જોવા મળતા હતા, જેમાં ખાસ કરીને પાકિસ્તાનના ચેનલો પણ ઉપલબ્ધ હતા. સાયબર સેલની તપાસમાં જાણવા મળ્યું કે આ એપ મુરતુજા મોહમ્મદ આલી નામના એક વ્યક્તિએ બનાવેલી હતી, જે પંજાબના જલંધર શહેરમાં રહે છે અને મૂળ બિહારનો છે.

તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ એપમાં એવા ચેનલો પણ હતા જે લોકોના રેડિકલાઇઝેશન (અતિવાદ તરફ પ્રેરણા) માટે ખતરો ઉભો કરી શકે છે.

આરોપીની ધરપકડ જલંધરમાંથી કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી:

3 લેપટોપ

3 હાર્ડ ડિસ્ક

13 પાસપોર્ટ

9 ડેબિટ કાર્ડ

મેમરી ડિવાઇસ

વીડિયો કેપ્ચરિંગના સાધનો કબ્જે કર્યા છે.

હાલમાં તપાસ આ દિશામાં ચાલી રહી છે કે આ સ્ટ્રીમિંગ માટેના સર્વર્સ ક્યાં આવેલાં છે. એવું મનાય છે કે એક નહિ પરંતુ અનેક સર્વર્સનો ઉપયોગ કરાતો હતો. URL મારફતે કયા કયા કન્ટેન્ટનો ઉપયોગ થતો હતો તે બાબતમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now