બિહાર ચૂંટણી પહેલા મતદાર યાદી સમીક્ષા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અંગે આરજેડી સાંસદ મનોજ ઝા, એડીઆર અને મહુઆ મોઇત્રા સહિત 10 લોકોએ અરજીઓ દાખલ કરી હતી. અરજીમાં ચૂંટણી પંચના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ કેસમાં કમિશન વતી ભૂતપૂર્વ એટર્ની જનરલ કે કે વેણુગોપાલ અને વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદી હાજર થયા હતા. જ્યારે અરજદારો વતી કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને ગોપાલ શંકર નારાયણ દલીલો કરી હતી.
''ચૂંટણી પહેલા આવું ન થવું જોઈએ''
અરજદારના વકીલ ગોપાલ શંકર નારાયણે કોર્ટને જણાવ્યું કે ''SIR પહેલી વાર થઈ રહ્યું છે. આ કોઈ નિયમમાં નથી, કોઈ કાયદામાં નથી. દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે''. જેના પર જસ્ટિસ ધુલિયાએ કહ્યું કે, ''ચૂંટણી પંચ એ જ કરી રહ્યું છે જે બંધારણમાં આપવામાં આવ્યું છે. તેથી તમે એમ ન કહી શકો કે તેઓ એવું કંઈક કરી રહ્યા છે જે તેમણે ન કરવું જોઈએ. જેના પર ગોપાલ શંકર નારાયણે કહ્યું કે ''આ સંપૂર્ણપણે મનસ્વી અને ભેદભાવપૂર્ણ છે. હું બતાવીશ કે તેમણે સુરક્ષાના પગલાં કેવી રીતે આપ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાનો કાયદામાં કોઈ આધાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ''ચૂંટણી પહેલા આવું ન થવું જોઈએ''.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો




