Home Gujarat Big Uproar Over Playing Cricket In The Hustle And Bustle Of Botad

બોટાદના હડદડમાં ક્રિકેટ રમવા મામલે મોટી બબાલ : 7 જેટલા લોકોને ઈજા, બે લોકોની હાલત ગંભીર, પોલીસે તપાસ હાથ ધરી

બોટાદના હડદડમાં ક્રિકેટ રમવા મામલે મોટી બબાલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 07:57 AM IST

બોટાદ જિલ્લાના હડદડ ગામે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. ગામમાં યુવકો ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ બાબતે વડીલોએ ઠપકો આપતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને થોડા સમયમાં જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

સાત જેટલા લોકોને ઈજાઓ

વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષોએ લાકડાના ધોકા, ક્રિકેટ બેટ અને લાકડીઓ સાથે એકબીજા પર હુમલો કર્યો હતો. આ મારામારીમાં સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બે લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી હડદડ ગામમાં તણાવનું માહોલ સર્જાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
RTE હેઠળ પ્રાઇવેટ સ્કૂલોમાં મફત પ્રવેશની જાહેરાત!
LPG Shortage
અમદાવાદ જિલ્લામાં લોહિયાળ શનિવાર
વડોદરાના 17 વર્ષીય જૈનિલની અનોખી શોધ
અંબાલાલ પટેલની મોટી ચેતવણી!