Gujarat Police Recruitment : ગુજરાતના ગૃહ વિભાગમાં મોટી ભરતી બહાર પડાવમાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરૂ (IPS) અને પોલીસ મહાનિદેશક, ગાંધીનગર દ્વારા જાહેરાત મુજબ પોલીસ વિભાગમાં મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. PSI અને LRD બંને કેડરમાં મળી કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.

ગુજરાત પોલીસમાં PSI અને LRD માટે મેગા ભરતી
આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 03 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે અને 23 ડિસેમ્બર, 2025ની રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયગાળા દરમિયાન OJAS ની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ લેવી અને સાચવી રાખવી ફરજિયાત છે, કારણ કે ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવે ત્યારે ઉમેદવારોએ આ પ્રિન્ટ રજૂ કરવી પડશે.
13,591 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ
PSI અને LRD બંને કેડરની ભરતી અંગેની પૂર્ણ વિગતવાર સત્તાવાર જાહેરાત 03/12/2025 ના રોજ OJAS વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. ઉમેદવારોએ આ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવી અને પોતાની શૈક્ષણિક તથા અન્ય લાયકાત મુજબ જ ઓનલાઇન અરજી કરવાની રહેશે. પોલીસ વિભાગમાં સેવા કરવાનો આ ઉત્તમ અવસર છે. રસ ધરાવતા તમામ ઉમેદવારોએ સમયસર અરજી પ્રક્રિયા કરીને પરીક્ષા પાસ કરીને ગુજરાત પોલીસનો ભાગ બનવાની તકનો લાભ લેઈ શકશે






