Home Gujarat Big Concession On Drinking Alcohol In This Area Of Gujarat

કોમનવેલ્થ પહેલાં ગુજરાતમાં દારૂની મોટી છૂટછાટ! : હવે પરમિટની ઝંઝટ ખતમ, માત્ર આઈકાર્ડ બતાવો અને મનગમતી બોટલ લઈ જાઓ!

કોમનવેલ્થ પહેલાં ગુજરાતમાં દારૂની મોટી છૂટછાટ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 06:01 AM IST

GIFT City Alcohol consumption rules : ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT City)માં દારૂ સેવનના નિયમોમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક, આકર્ષક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય હબ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના કડક નિયમોમાં મહત્વની રાહત આપતી નવી નોટિફિકેશન જાહેર કરી છે. આ નિર્ણયથી ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, વિદેશી મહેમાનો અને કોર્પોરેટ સેક્ટરને મોટો લાભ થવાની અપેક્ષા છે.

છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે

નવી વ્યવસ્થા મુજબ હવે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ અને વિદેશી નાગરિકોને દારૂ સેવન માટે અલગથી પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ ગિફ્ટ સિટીમાં આવેલી અધિકૃત હોટલ અથવા ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂ પી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હોવાથી આંતરરાષ્ટ્રીય મહેમાનોને કોઈપણ પ્રકારની અગવડ નહીં પડે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો ગિફ્ટ સિટીની બહાર અથવા શહેરના અન્ય વિસ્તારોમાં લઈ જઈ શકશે નહીં. એટલે કે દારૂ સેવન માત્ર ગિફ્ટ સિટીની અધિકૃત પરિસરમાં જ મંજૂર રહેશે અને બહાર લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

ગિફ્ટ સિટી જેવી દારૂ સેવનની છૂટનો વ્યાપ વધી શકે!

આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં યોજાતા કોર્પોરેટ ઇવેન્ટ્સ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, બિઝનેસ મીટિંગ્સ અને હૉસ્પિટાલિટી સેક્ટરને નોંધપાત્ર વેગ મળશે. સરકારનું માનવું છે કે આવી સુવિધાઓથી ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે વધુ અસરકારક રીતે સ્પર્ધા કરી શકશે. સાથે સાથે, સરકાર આગામી વર્ષોમાં આ પ્રકારની છૂટછાટનો વ્યાપ વધારવાની તૈયારીમાં પણ છે. ચર્ચા છે કે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે પહેલાં અમદાવાદ શહેરમાં પણ ગિફ્ટ સિટી જેવી દારૂ સેવનની છૂટ આપવામાં આવી શકે છે.

પરમિટ મેળવવા શું કરવું પડશે?

ગિફ્ટ સિટીના કર્મચારીઓ માટે

કર્મચારીને Form A-1 ભરવું પડશે

આ ફોર્મ કંપનીના ઓથોરાઈઝ પર્સન પાસે જમા કરાવવાનું રહેશે

અધિકૃત વ્યક્તિ કર્મચારીના ID કાર્ડની તપાસ કરશે

તપાસ બાદ Liquor Access Permit આપવામાં આવશે

મુલાકાતીઓ માટે (Temporary Permit)

Liquor Access Permit ધરાવતો કર્મચારી Form A-2 મુજબ મુલાકાતીઓની યાદી તૈયાર કરશે. મહત્તમ 25 મુલાકાતીઓ માટે ટેમ્પરરી પરમિટ મળશે. કર્મચારીને પોતાના મુલાકાતીઓ સાથે રહેવું ફરજિયાત રહેશે.

એક્સટર્નલ પર્સન માટે

માન્ય ફોટો ઓળખપત્ર (આધાર/અન્ય રાજ્યનું ID/પાસપોર્ટ) બતાવવું ફરજિયાત રહેશે

અલગ અરજી કરવાની જરૂર નહીં રહે, પરંતુ પરમિટ હેઠળ જ સેવા મળશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now