Home Gujarat Big Change In The Exam Conducted By Gpsc Class 1 And Class 2 Exams Cancelled Know When They Will Be Conducted Now

GPSC દ્વારા લેવાનાર પરીક્ષામાં મોટો ફેરફાર : વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા કરાઈ રદ્દ, જાણો હવે ક્યારે લેવાશે?

GPSC દ્વારા લેવાનાર પરીક્ષામાં મોટો ફેરફાર
Published by: OBS Bureau
Last Updated: May 29, 2025, 01:28 PM IST

Gandhinagar News: GPSC દ્વારા લેવાનાર નાયબ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 તેમજ મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા રદ કરાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આ પરીક્ષામાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો Fundamentals of Agriculture Volume-1 તથા Fundamentals of Agriculture Volume-2 માંથી હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવ્યા હતા.

જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી પરીક્ષા રદ કરવામાં આવી. મદદનીશ ખેતી નિયામક વર્ગ-2 માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે 28 ઓગસ્ટ 2025 ના રોજ યોજાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now