Home Sports Big Change In Team India Before T20 World Cup This Player Out Of Playing 11

ટીમ ઇન્ડિયામાં મોટો ઉલટફેર, આ ખેલાડી પ્લેઈંગ 11 માંથી થશે બહાર! : Ishan Kishan ના પર્ફોમન્સે ફર્સ્ટ ચોઇસ વિકેટકીપરનું કાપ્યું પત્તું?

ટીમ ઇન્ડિયામાં મોટો ઉલટફેર, આ ખેલાડી પ્લેઈંગ 11 માંથી થશે બહાર!
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 12:19 PM IST

T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત પહેલા જ ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. જે ખેલાડી એક સમયે ટીમની ફર્સ્ટ ચોઇસ વિકેટકીપર માનવામાં આવતો હતો, તે હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવાના આરે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં નબળું પ્રદર્શન કરનાર સંજુ સેમસન માટે હવે ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની ગઈ છે. સાઉથ આફ્રિકા સામેની વૉર્મ-અપ મેચમાં સંજુ સેમસનને બેટિંગની તક પણ મળી નહીં, જે સ્પષ્ટ કરે છે કે, મેનેજમેન્ટ હવે અન્ય ઓપ્શન તરફ જોઈ રહ્યું છે.

ઇશાન કિશનનું વિસ્ફોટક પર્ફોમન્સ

સંજુ સેમસનની મુશ્કેલી વધારનાર બીજું કોઈ નહીં પણ ઇશાન કિશન છે. બે વર્ષ પછી ટીમમાં કમબેક કરનાર ઇશાન કિશન અત્યારે શાનદાર ફોર્મમાં છે. વૉર્મ-અપ મેચમાં ઓપનિંગ કરવા ઉતરેલા ઇશાન કિશને માત્ર 20 બોલમાં 53 રન ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. 265 ના સ્ટ્રાઇક રેટથી રમેલી આ ઇનિંગમાં તેને 7 સિક્સર ફટકારી હતી. આટલું જ નહીં, તેને વિકેટકીપિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું, જેના કારણે 7 ફેબ્રુઆરીએ અમેરિકા સામેની પ્રથમ મેચમાં તેનું રમવું લગભગ નક્કી માનવામાં આવે છે.

સંજુ સેમસનનું ખરાબ ફોર્મ નડ્યું

સંજુ સેમસન માટે છેલ્લા કેટલાક સમયથી બેટિંગમાં પર્ફોમન્સ આપવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. તેની છેલ્લી 5 ઇનિંગ્સ જોઈએ, તો તેને માત્ર 10, 6, 0, 24 અને 6 રન બનાવ્યા છે. બીજી તરફ ઇશાન કિશને છેલ્લી 5 મેચમાંથી બે મેચમાં 76 અને 103 રન જેવી મોટી ઇનિંગ્સ રમીને પોતાની દાવેદારી મજબૂત કરી છે. ફોર્મ અને આત્મવિશ્વાસની આ લડાઈમાં અત્યારે ઇશાન કિશન, સંજુ સેમસન કરતાં ઘણો આગળ નીકળી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

બોલિંગમાં પણ જોવા મળી ચિંતા

વૉર્મ-અપ મેચ માત્ર બેટ્સમેનો માટે જ નહીં પણ બોલરો માટે પણ એક 'ઓડિશન' સમાન હતી. જેમાં હર્ષિત રાણા અને અનુભવી કુલદીપ યાદવ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. હર્ષિત રાણાએ એક ઓવરમાં 16 રન અને કુલદીપ યાદવે બે ઓવરમાં 25 રન આપ્યા હતા. બોલરોની આ ખર્ચાળ બોલિંગને જોતા, કેપ્ટન હવે USA સામેની મેચમાં વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ જેવા સ્પિનરો પર વધુ ભરોસો મૂકી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

USA સામેની પ્રથમ મેચમાં ભારતીય ટીમ આ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે.

અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, શિવમ દુબે, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now