Home Business Big Announcement For Army Gallantry Awardees Lifetime Free Travel Facility In Ac Coach Of Train

સેનામાં વીરતા પુરસ્કાર મેળવનારાઓ માટે મોટી જાહેરાત : ટ્રેનના AC કોચમાં મળશે આજીવન મફત મુસાફરીની સુવિધા

indian soldiers free indian travel
Published by: Viral Patel
Last Updated: Mar 26, 2026, 12:43 PM IST

indian soldiers free indian travel: ભારત સરકાર દ્વારા વીરતા પુરસ્કાર વિજેતા સૈન્ય કર્મીઓના પરિવારો માટે રેલવેની સુવિધાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, હવે સેના, નૌકાદળ અને વાયુસેનાના મેડલ (વીરતા પુરસ્કાર) મેળવનારાઓના જીવનસાથીને રેલવેમાં આજીવન મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે.

કોને મળશે આ લાભ?

આ નવા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વીરતા પુરસ્કાર મેળવનાર સૈનિકના જીવનસાથી (વિધવા અથવા વિધુર) આ સુવિધાનો લાભ લઈ શકશે. જોકે, આ સુવિધા તેઓ બીજી વાર લગ્ન ન કરે ત્યાં સુધી જ મળવાપાત્ર રહેશે. રેલવેએ આ સુવિધાનો વ્યાપ વધારીને વીરતા પુરસ્કાર મેળવનાર સૈનિકોના માતા-પિતાને પણ તેમાં સામેલ કર્યા છે.

કયા કોચમાં કરી શકાશે મુસાફરી?

રક્ષણ મંત્રાલયના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પાત્રતા ધરાવતા વ્યક્તિઓ ભારતીય રેલવેની ટ્રેનોમાં નીચે મુજબના કોચમાં મુસાફરી કરી શકશે. 1. ફર્સ્ટ ક્લાસ (First Class), 2. સેકન્ડ એસી (2 AC), 3. એસી ચેર કાર (AC Chair Car)

વિશેષ વાત એ છે કે, પુરસ્કાર વિજેતાના માતા-પિતા એક સાથીદાર (Companion) સાથે આજીવન મફત મુસાફરીના રૂપમાં રેલવે કન્સેસનનો લાભ મેળવી શકશે. સરકારના આ નિર્ણયથી વીર સૈનિકોના પરિવારોને આર્થિક રાહતની સાથે સાથે સન્માન પણ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
LPG Crisis: દેશમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની છે અછત?
ગુજરાતમાં ઈંધણનો ‘હાઈવોલ્ટેજ ડ્રામા’
Play Video
સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે થયો ઉછાળો!
સામાન્ય જનતા માટે મોટા સમાચાર!