Home Gujarat Big Allegations Against Chaitar Vasavana Regarding Gpsc Interview Controvers

'ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી છે' : GPSC ઇન્ટરવ્યુ વિવાદ મુદ્દે ચૈતર વસાવાના મોટા આરોપ

'ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી છે'
Published by: OBS Bureau
Last Updated: May 20, 2025, 01:11 PM IST

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં ક્લાસ 1-2 ની પરીક્ષામાં અન્યાય થયાના આક્ષેપો થયા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કડક નિવેદન આપ્યું છે.

GPSCની ભરતીમાં થયેલી કાર્યવાહી બાબતે આપના ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ચોક્કસ જાતિના લોકોને લેવામાં આવે છે જ્યારે એસ સી,એસ ટી અને ઓબીસી જેવી જાતિના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. હાલ જે પ્રક્રિયા ચાલે છે તેનો વિરોધ ચૈતર વસાવાએ કર્યો હતો. તેમણે વધુમાં ણાવ્યું હતું કે ચેરમેન હસમુખ પટેલ અને તેમની કમિટી દ્વારા સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. આ ઇન્ટરવ્યુમાં જે પુછવાનું હતું તે જ મોક ઇન્ટરવ્યુમાં પૂછ્યું અને ચોક્કસ જાતિને સપોર્ટ કરવામાં આવ્યો હતો.

ચૈતર વસાવાએ ચેરમેન હસમુખ પટેલ અને કમીટીને બરખાસ્ત કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એસ સી,એસ ટી અને ઓબીસીના ઉમેદવારો જે લેખિતમાં પાસ થયા તેમને મૌખિક ઇન્ટરવ્યુમાં નાપાસ કરવામાં આવ્યા. ઈ ડબલ્યુ એસના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા જેમના લેખિતમાં માર્ક ઓછા હતા. તેમણે ઉમેર્યું હતું કે ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી છે. હસમુખ પટેલના કાર્યભાર દરમ્યાન જે લોકો ની ભરતી થઈ છે તેની સામે તપાસ કરવામાં આવે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now