Home Gujarat Bhupendra Patel Visited The Pilgrimage Site Of Stambheshwar Mahadev

ભૂપેન્દ્ર પટેલે તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન : યાત્રી સુવિધા માટે વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કર્યા

ભૂપેન્દ્ર પટેલે તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 07:08 AM IST

ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીએ સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કર્યો હતો. તેમણે ભગવાન ભોળાનાથ પાસે સૌના કલ્યાણ અને રાષ્ટ્ર-રાજ્યની અવિરત પ્રગતિની પ્રાર્થના કરીને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી અને યાત્રિકોને મંદિર દ્વારા થતા પ્રસાદ વિતરણમાં જોડાયા હતા.

ભરૂચના જંબુસર તાલુકાના કંબોઈ ગામ નજીક મહી નદી સમુદ્રને મળે છે તે સ્થળે નદી અને સમુદ્રના સંગમ નજીક આ પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ સ્થિત છે. મંદિરના શિવલિંગ પર દિવસમાં બે વાર દરિયાના ભરતીના પાણીનો આપમેળે અભિષેક થાય છે. આ તીર્થક્ષેત્રના દર્શન માટે આવતા યાંત્રિકોની સગવડ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી પર્પસ હોલ, પેવર બ્લોક્સ તથા યાત્રિકોને બેસવા માટે બેન્ચીસ વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલું છે.

મુખ્યમંત્રી સાથે આ આ મૂલાકાત વેળાએ ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી અને પદાધિકારીઓ તથા સ્તંભેશ્વર મહાદેવના મહંત વિદ્યાનંદજી મહારાજ અને સંતો પણ જોડાયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now