પ્રધાનમંત્રી બે દિવસી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે સાંજે 4 વાગ્યે ભુજ ખાતે 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. ત્યારે પ્રધાનમંત્રીને સન્માનિત કરવા મુંબઈથી કચ્છ આવેલા એક પરીવારે ફુલમાં ઓપરેશન સિંદૂરના ચિત્રો તૈયાર કર્યા છે.
ઓપરેશન સિંદૂર ચિત્રિત ફૂલ
ભૂજમાં નરેન્દ્ર મોદીને સન્માનિત કરવા મુંબઈથી ખાસ કચ્છ આવેલા અશોકભાઈ ભાનુશાલી અને તેમના પત્ની કવિતા ભાનુશાલીએ ફુલમાં ઓપરેશન સિંદૂર ચિત્રિત કર્યું છે. તેમને ફુલના છોડ ઉપર નરેન્દ્ર મોદી, ઓપરેશન સિંદૂર જય હિન્દ જેવા શબ્દો ફુલ ઉપર લખ્યા છે. આ ફૂલ દ્વારા નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદીની સભાના ડાયસ ઉપર પણ રાખવામાં આવશે.
ગુજરાતના વાતાવરણમાં પલટો: મહેસાણામાં કરા અને ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, મુંદ્રા પોર્ટ પર જહાજ રસ્સો તોડી દરિયામાં ફસાયું






