Home Gujarat Bhavnagar Vallabhipur 57 People Sentenced Simultaneously

વલ્લભીપુરમાં એક સાથે 57 શખ્સોને સજા : નશાખોરોએ ગુનાની કબૂલાત કરતા થયા 'જેલભેગા'

વલ્લભીપુરમાં એક સાથે 57 શખ્સોને સજા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 07:02 AM IST

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેમ ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરમાં 57 નશાખોરોને એક સાથે જેલની સજા ફટકારવામાં આવી છે. રાષ્ટ્રીય લોક અદાલતના આ આયોજન અંતર્ગત જૂના દારૂ પીવાના કેસોમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે ગુનાની કબૂલાત બાદ તમામ ઈસમોને તત્કાલ ત્રણ દિવસ માટે ભાવનગર જેલમાં ખસેડવામાં આવ્યા છે.


એક સાથે 57 વ્યક્તિઓને સજા
અત્રે જણાવીએ કે, સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો પ્રયત્ન થાય છે. જેમાં ખાસ કાર્યવાહી હેઠળ એક સાથે 57 વ્યક્તિઓને સજા આપવામાં આવી હતી. જે ઘટનાને ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં મહત્વની ગણાવવામાં આવી રહી છે.



ગુના કબૂલતા સજા!
અધિકારીઓના જણાવ્યા મુજબ, લોક અદાલતમાં હાજર રહેલા નશાખોરોએ પોતાનું દોષ સ્વીકારતા જ કોર્ટે તરત જ કાર્યવાહી કરી અને તાત્કાલિક જેલવાસ આપ્યો હતો. તમામ દોષિતોને ભાવનગર જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓ સજા ભોગવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now