Home Gujarat Bhavnagar Smc Psi Sachin Sharma Dies

ભાવનગરમાં SMCના PSIનું રહસ્યમય મોત! : છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલ લઈ ગયા અને..., અંતે ખોળિયું ખાલી

ભાવનગરમાં SMCના PSIનું રહસ્યમય મોત!
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 10:46 AM IST

ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના PSI રેડ પાડવા માટે ગયા હતા. જે દરમિયાન તેમને અચાનક છાતીના ભાગમાં દુખાવો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. આ રેડ દરમિયાન દારૂ ભરેલી કાર અને એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો

છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

SMCની ટીમ દ્વારા ભાવનગરના ભાલ પંથકમાં બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન PSIની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું. મૃત્યુ થયું હતું. સનેસ માઢીયા હાઇવે રોડ પર એસએમસીની ટીમ દ્વારા દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળી કાર પસાર થતાં પોલીસ દ્વારા કારને ઝડપી લેવા પ્રયાસ હાથ ધરાયા હતા. જેમાં બેસેલા બે શખ્સો નાસી છૂટ્યા હતા. જે ઘટનામાં SMCના PSI સચિન શર્મા એક શખ્સની પાછળ દોડી અને ઝડપી લીધો હતો. આ દરમિયાન તેઓને અચાનક છાતીમાં દુખાવો થતા તેમના સાથી પોલીસ કર્મી જયદીપસિંહ દ્વારા ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

SMCના વડા નિર્લિપ્ત રાય હોસ્પિટલ પહોંચ્યા હતા

જે ઘટનામાં સારવાર દરમિયાન એસએમસીના પીએસઆઇ સચિન શર્માનું ખાનગી હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર બનાવને લઈને મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જે બનાવની જાણ થતાની સાથે જ ભાવનગર રેન્જ આઈજી ગૌતમકુમાર પરમાર, SMCના વડા નિર્લિપ્ત રાય, ભાવનગર જિલ્લા પોલીસવાળા ડૉ. હર્ષદ પટેલ, ડીવાયએસપી આર.આર. સિંઘાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now