ભાવનગર મ્યુન્સિપલ.કમિશનર એક્શન મોડમાં જોવા મળી છે. ભાવનગર મહાપાલિકામાં મ્યુન્સિપલ.કમિશનરે એક સાથે 79 અધિકારી-કર્મચારીની સામુહિક બદલી કરી છે. મળતી માહિતી અનુસાર લાંબા સમયથી આ કર્મચારીઓએ એક જગ્યાએ ફરજ બજાવતા હતા. જ્યારે એક અધિકારીને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું.
79 અધિકારી-કર્મચારીની બદલી
મહાપાલિકાના કમિશનરના હુકમથી મહેકમ વિભાગે વહીવટી સરળતા ખાતર 79 અધિકારી-કર્મચારીના બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં 14 કાર્યપાલક ઇજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), એસ્ટેટ ઓફીસર, વહીવટી અધિકારી, ગાર્ડન સુપ્રિ., વગેરેનો સમાવેશ થાય છે. જયારે 17 અધિક મદદનીશ ઈજનેર, 11 ટેકનીકલ આસીસ્ટન્ટ અને 37 સીનીયર કલાર્ક, જુનીયર કલાર્ક વગેરેનો સમાવેશ થાય છે. મહાપાલિકામાં ઘણા કર્મચારીઓ પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા હતા, જેના પગલે આવા કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.
મ્યુન્સિપલ.કમિશનર દ્વારા સામુહિક બદલીના ઓર્ડર જારી કરી ધરખમ ફેરફાર કર્યા હતા. આ ફેરફાર બાદ મહાનગર પાલિકામાં સુચારુ વહીવટ, લોકોના પ્રશ્નો અને વિકાસ અર્થે નક્કર કામગીરી થશે તેવી ભાવેણા વાસીઓમાં આશા જાગી છે.






