Home Gujarat Bhavnagar Mayor Bharat Barde Threatens To Commit Sui

ભાવનગર મેયર ભરત બારડે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી? : પહેલા લખ્યું '...તેથી આજે હૈયા વરાળ ઠાલવું છું' પછી કહ્યું 'આનો કોઈ બીજો અર્થ લેવાનો નથી'

ભાવનગર મેયર ભરત બારડે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી?
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 06:38 AM IST

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ભરત બારડે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જે ચીમકી સાશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો. સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી પોતાનો બળાપો ઠાલવ્યો


મેયરે સોશિયલ મીડિયામાં ઠાલવી વ્યથા!

ભાવનગર ભાજપમાં આતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યું છે. મનપાના મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી વ્યથા વર્ણવી છે. તેમણે મેસેજમાં લખ્યું છે કે, ''રોજગાર સામે પણ જોયું ન હતું, ફક્ત પાર્ટીના કોઈપણ કાર્યક્રમ હોય આટલા વર્ષોમાં હું લગભગ ક્યારેય ગેરહાજર રહ્યો નથી તેથી મને કોઈની પણ ઓળખાણ વગર ભારતીય જનતા પાર્ટીએ મેયર બનાવ્યો છે


''...તેથી આજે હૈયા વરાળ ઠાલવું છું''

તેમણે વોટ્સએપમાં લખ્યું છે કે, ''એ સમયે એવો કોઈ સ્ટ્રીટ લાઈટનો થાંભલો નહીં હોય કે જ્યાં મેં ભાજપની ઝંડી બાંધી ન હોય, મેં કાર્યકર્તા તરીકે જે કામ કર્યું છે તેનું લીસ્ટ તો કદાચ બહુ લાંબુ થાય પણ આ એક નાની વિગત આજે આપને જણાવી'' ,મેયરે ત્રીજા મેસેજમાં લખ્યું કે, ''હું કોઈની લાગવગથી આવેલો કાર્યકર્તા નથી, કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા નથી. ચોખવટ નથી કરતો પણ આટલો સમય પસાર કર્યા પછી પણ અમુક લોકોના નિશાન ઉપર મને રાખવામાં આવ્યો છે તેથી આજે હૈયા વરાળ ઠાલવું છું કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનું વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે દુ:ખ લાગે''


''મારી વાત માર પરિવારમાં કરી હતી''

આ મુદ્દે મીડિયાએ મેયરને સવાલ કરતા તેમણે કહ્યું કે, ''મારી વાત માર પરિવારમાં કરી હતી, જે મારા સોશિયલ મીડિયા ગ્રુપમાં કરી હતી, અમારે આવી વાત થઈ શકતી હોય એનો અર્થ એ નથી કે, કોઈ બદ ઈરાદો હોય, કોઈને મેં દબાવવા કર્યું હોય અથવા કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી. મારા પરિવારમાં ઘણાં લોકો કહેતા હોય છે.


આત્મવિલોપન મુદ્દે શું કહ્યું?

મેયરે આત્મવિલોપન મુદ્દે કહ્યું કે, ''આનો કોઈ બીજો અર્થ લેવાનો નથી આ વાતમાંથી વાત કરી હતી''.

પ્રભારી રત્નાકરજી ભાવનગગની મુલાકાતે

અત્રે જણાવીએ કે, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ ભાવનગર ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યું છે. જો કે, આજે ભાવનગરમાં ભાજપના પ્રભારી રત્નાકરજીની મુલાકાતે છે. જેના પહેલા આંતરિક વિખવાદનો મુદ્દો ઉશ્કેરાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now