ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે લોકોને અડફેટે લીધા છે. રોડની સાઈડમાં ઊભા રહેલા બે લોકોને અડફેટે લીધા છે. આ સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બાજુમાં રહેલી મહિલાઓનો બચાવ થયો છે. જોકે અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક ફરાર થઈ ગયો છે.

બે લોકોને અડફેટે લીધા, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે ઉપર એમ્બ્યુલન્સની રફતારનો કહેર સામે આવ્યો છે. કોબડી ટોલનાકા નજીક રોડની સાઈડમાં ઉભા રહેલા બે લોકોને પ્રાઇવેટ એમ્બ્યુલન્સે અડફેટે લીધા છે. એમ્બ્યુલન્સ અકસ્માતનો વાયરલ વીડિયો ગઈકાલનો હોવાનું સામે આવ્યું છે. ચિરંજીવી નામની ઇકો ગાડીની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. જેનો નંબર GJ- 04 AW- 5128 નંબરની એમ્બ્યુલન્સ હોવાનું સામે આવ્યું છે.
બાજૂમાં ઉભેલી મહિલાનો બચાવ
આ એમ્બ્યુલન્સ તળાજા તાલુકામાંથી એક દર્દીને ભાવનગર મૂકવા આવી હતી. ત્યારબાદ ભાવનગરથી પરત એમ્બ્યુલન્સ તળાજા જઈ રહી હતી તે સમયે સાઈડ કાપવા માટે કટ મારીને એમ્બ્યુલન્સ જઈ રહી હતી. તે સમયે બે યુવકને અડફેટે લીધા હતા, જ્યારે બે મહિલાઓ નજીકમાં જ ઉભી હતી જેનો આબાદ બચાવ થયો છે.






