Home Gujarat Bharuch Polices Special Operation Group Detained 44 Bangladeshis Residing Illegall

ભરૂચ SOGનું બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ મેગા સર્ચ ઓપરેશન : 11 પુરુષ, 18 મહિલા,15 બાળકો મળી 44 બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા

ભરૂચ SOGનું બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ મેગા સર્ચ ઓપરેશન
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 12:50 PM IST

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ ભરૂચ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG) દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશન અંતર્ગત સતત 48 કલાક સુધી સધન શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.



ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની 7 ટીમોએ સર્ચ કાર્યવાહી કરી 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકો સહિત કુલ 44 બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડયા છે.આ તમામ બાંગલાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા.



ભરુચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ શરૂ કરાઈ
ઝડપી પાડવામાં તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ભરૂચ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકો કઈ રીતે અને કોની મદદથી ભારત દેશ અને ત્યાર બાદ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા.44 બાંગલાદેશીઓ પાસેથી મળી આવેલ દસ્તાવેજો તથા અન્ય બાબતો ની તપાસ કરવામાં આવી રહી છે .

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર