Home Gujarat Bharuch Panoli Krishi Rasayan Export Company Fire Major Call

ભરૂચ: અંકલેશ્વરની GIDC માં લાગી ભયાનક આગ : ફાયર વિભાગે જાહેર કર્યો ‘મેજર કોલ’

ભરૂચ: અંકલેશ્વરની GIDC માં લાગી ભયાનક આગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 05:09 AM IST

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા પાનોલી GIDC વિસ્તારમાં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂર દૂર સુધી આગની જ્વાળા તથા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું.

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા “મેજર કોલ” જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારથી પાંચથી વધુ ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી કરી રહી છે. ફેક્ટરીમાં રહેલા રસાયણિક પદાર્થોને કારણે આગ વધુ ફેલાય તેવી શક્યતા હોવાથી સાવચેતી સાથે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

હાલ સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આગના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘણી મહેનત બાદ અંદાજિત સાડા ત્રણ કલાકે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now