ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં આવેલા મેલડી માતાજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવતાં વિસ્તારમાં ચકચાર મચી છે. મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલા ચાંદીના સાત છત્રની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે એક અજાણ્યો તસ્કર મંદિરમાં પ્રવેશ્યો હતો અને માતાજીને અર્પણ કરવામાં આવેલા આશરે રૂ. 13 હજાર કિંમતના ચાંદીના સાત છત્ર ઉતારી પોતાના ખિસ્સામાં મૂકી ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં મંદિરના સંચાલકો દોડી આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર ઘટના સામે આવી હતી.
CCTVમાં કેદ થયો તસ્કર
મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરની સમગ્ર હિલચાલ કેદ થઈ છે. ફૂટેજમાં એક શખ્સ મંદિરમાં પ્રવેશી ચાંદીના છત્ર ચોરી કરીને સ્થળ પરથી ફરાર થતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. આ ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મંદિરના સંચાલકોએ ઘટનાની જાણ બગદાણા પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કર્યા અને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જામનગરમાં ગોવાળ મસ્જિદ નજીક અકસ્માત બાદ હંગામો : તાજીયાને ઓટો રિક્ષાની ટક્કર લાગતા ચાલક પર હુમલો અને વાહનમાં તોડફોડ
અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો
મંદિરના સંચાલકોએ ઘટનાની જાણ બગદાણા પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કર્યા અને આગળની તપાસ હાથ ધરી છે. મંદિરમાં બનેલી આ ચોરીની ઘટનાએ સ્થાનિક ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાવી છે. પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને ઘટનાને લગતી કોઈપણ ઉપયોગી માહિતી હોય તો પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.





