Home Gujarat Surat Surat Pandesara Friend Stabbed After Dispute Youth Dies

"તું મને છોડીને કેમ ભાગી ગયો?" કહીં... : મિત્રએ જ મિત્રને ઝીંકી દીધા ચાકુના ઘા

મૃતક યુવકની છબી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 26, 2026, 07:22 AM IST

SURAT NEWS: સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રતા એક પળમાં દુશ્મનીમાં ફેરવાઈ જતાં ચકચાર મચી ગઈ છે. ખાવા-પીવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં એટલી ઉગ્ર બની ગઈ કે એક યુવકે પોતાના જ મિત્ર પર ચાકુ વડે જીવલેણ હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા અમોલ અને શનિ વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. બંને સાથે હતા ત્યારે ખાવા-પીવાની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં મામલો સામાન્ય લાગતો હતો, પરંતુ થોડા જ સમયમાં બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. આ દરમિયાન શનિ નામના યુવકે ઉશ્કેરાઈ જઈ અમોલ પર ચાકુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: જામનગરમાં ગોવાળ મસ્જિદ નજીક અકસ્માત બાદ હંગામો : તાજીયાને ઓટો રિક્ષાની ટક્કર લગતા ચાલક પર હુમલો અને વાહનમાં તોડફોડ

"તું મને છોડીને કેમ ભાગી ગયો?" કહી કર્યો હુમલો

સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર હુમલા દરમિયાન આરોપીએ "તું મને છોડીને કેમ ભાગી ગયો?" તેમ કહીને અમોલ પર વારંવાર ચાકુના ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે અમોલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ તેને બચાવવાનો પ્રયાસ કર્યો અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમોલને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાથી વિસ્તારમાં ચકચાર

બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે તંગદિલી જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે.

આ પણ વાંચો: વીજ બચત માટે ગુજરાત સરકારનો અખતરો : તમામ સરકારી કચેરીઓમાં ACનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી રાખવા આદેશ

આરોપીની શોધખોળ શરૂ

પાંડેસરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. તેને ઝડપવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીને વહેલી તકે ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં વ્યક્તિગત અણબનાવ અને ક્ષણિક ઉશ્કેરાટ આ ઘટનાનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી છે અને ઘટનાના સાચા કારણ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય : આજે 23 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખ સુધી રહેશે મેઘમહેર

સમાજ માટે ચેતવણીરૂપ ઘટના

સામાન્ય બોલાચાલી અને ક્ષણિક ગુસ્સો કેવી રીતે ગંભીર પરિણામ સુધી પહોંચાડી શકે છે તેનો આ બનાવ વધુ એક ઉદાહરણ બની રહ્યો છે. રોજિંદા જીવનમાં નાના વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાને બદલે હિંસક માર્ગ અપનાવવાના વધતા બનાવો સમાજ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. પોલીસે લોકોને કોઈપણ પ્રકારના વિવાદ દરમિયાન કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ કરી છે. સાથે જ અફવાઓથી દૂર રહી પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા પણ અનુરોધ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now