ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાંથી આજે દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક બાળકનું મોત થયું છે. વિગતે વાત કરીએ તો, રીસેસ દરમિયાન, જ્યારે શિક્ષકો વર્ગખંડમાં ભોજનમાં વ્યસ્ત હતા, ત્યારે બાળકો રમતા રમતા શાળાના પાછળના ભાગે લોખંડના રમતગમતના સાધનો પડ્યા હતા ત્યાં ગયા હતા. જ્યાં એક મોટું જિરાફ આકારનું લોખંડનું સ્ટ્રક્ચર દીવાલને અડીને રાખવામાં આવ્યા હતા.
પાંચ વર્ષના બાળકનું મોત
બાળકો લોખંડના સ્ટ્રક્ચર પાસે રમતા હતાં. ત્યારે બાલવાટિકામાં નાસ્તો કરતાં પાંચ વર્ષના હાર્દિક સુખદેવ વસાવા પર લોખંડનો સ્ટ્રક્ચર પડી ગયો હતો. જેના માથાના ભાગે ગંભીર ઈજાને કારણે હાર્દિક તાત્કાલિક બેભાન થઈ ગયો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ સારવાર પહેલાજ તેનું મોત થયું હતું.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગામના સરપંચ અને શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સ્થળ પર પહોંચ્યા અને પોલીસએ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ હાથ ધરી છે





