Home Gujarat Bharuch District Court Once Again Threat Email

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી! : ઈમેલ મળતા કોર્ટ ખાલી કરાયું પરિસર

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 02:06 PM IST

Bharuchમાં ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. Bharuch District Courtને ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.

માહિતી મુજબ કોર્ટને મળેલા ઈમેલમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ માહિતી મળતા જ કોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ

ઘટનાની જાણ થતાં જ Gujarat Policeની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

સુરક્ષા વધારાઈ

ધમકી બાદ કોર્ટ આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસ દ્વારા ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધવા માટે સાયબર તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now