Home Gujarat Bhagavad Gita Found Safe At The Place Where The Plane Crashed In Ahmedabad

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી મોટો ચમત્કાર : લોખંડ પીગળી ગયું પણ ભગવદ્ ગીતાને કઈ ના થયું

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી મોટો ચમત્કાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 12:24 PM IST

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વિમાન બળીને ખાખ થઇ ગયું ત્યારે કાટમાળમાંથી ભગવદ્ ગીતા પુસ્તક સલામત મળ્યું છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઇંગ 787 વિમાન ક્રેશ થતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. માત્ર 1 મુસાફરનો ચમત્કારીક રીતે બચાવ થયો છે. પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ લાગતા સળગી ઉઠ્યું અને વિમાન સવારમાં પેસેન્જર ભડથું થઈ ગયા હતા. કાટમાળ હટાવી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી તે દરમિયાન એક પુસ્તક મળી આવ્યું. નવાઇની વાત એ છે કે, વિકરાળ આગમાં પણ આ પુસ્તક સળગ્યું નથી.

વિમાન બળીને ખાખ પણ પુસ્તક સહી સલામત


બધાને એ જોઈને આશ્ચર્ય થયું કે ચારે કોર વસ્તુઓ બળીને ખાખ થઈ હતી, પરંતુ ભગવદ્ ગીતાને કઈ થયું ન હતુ.આ ચમત્કારિક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવદ્ ગીતાના પુસ્તકને કાટમાળમાંથી સંપૂર્ણપણે અકબંધ સ્થિતિમાં બહાર કાઢવામાં આવી છે, આ દ્રશ્ય માત્ર અદ્ભુત નથી પણ લાખો લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now