રાજ્યમાં ઓનલાઈન ફ્રોડની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. જેમાં પણ ખોટા ઈ-ચલાણના કિસ્સાઓમાં તો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી આઈ ડી ક્રાઈમના પોલીસ અધિક્ષકે તમામ પોલીસ કમિશનર તેમજ રેન્જ આઈજી અને તમામ જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખ્યો છે.
ફેક એપ્લિકેશન
જે પત્રમાં લખ્યું છે કે, ''આજકાલ ઘણા લોકોના મોબાઈલમાં RTO E Challan અંગેની ફેક એપ્લિકેશન (.apk file) દ્વારા ખોટી ઈ-ચલાણ માહિતી મોકલવામાં આવી રહી છે. તેમાંથી ઘણા લિંક અને ફાઈલો ફ્રોડ હોય છે, જે તમારું પર્સનલ ડેટા ચોરી કરે છે અને તે અંગેના કિસ્સાઓ હાલ માં વધવા પામેલ છે અને NCCRP પોર્ટલ (હેલ્પલાઈન-1930) ઉપર ખુબજ વધુ પ્રમાણમાં નોધાઈ રહેલ છે''.
કેવી રીતે ફ્રોડ થાય છે?
તમને SMS / WhatsApp / Email દ્વારા મોકલાયેલી લિંક જેવી કે:
RTO Challan.apk
RTO Challan250.apk
ફેક ઈ ચલણથી બચવા આટલું કરશો
ગૂગલ પ્લેસ્ટોરમાં જઈને ગૂગલ પ્લે પ્રોટેક્ટ ઓન રાખવું
તમને SMS - WhatsApp - Email દ્વારા મોકલાયેલી લિંક જેવી કે RTO Challan.apk આવા પ્રકારની લિંક ઓપન કરવી નહીં.
આપના મોબાઈલમાં કવચ 2.0 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી, જે આવી Malicious File ને સ્કેન કરીને ઇન્સ્ટોલ થવા દેશે નહીં.






